ચાર દિવસની આગેકૂચને બ્રેક: સેન્સેક્સ દોઢસો પોઇન્ટ ગબડ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે વિદેશી સંસ્થાઓની એકધારી વેચલાવીને પગલે ખરડાયેલા સેન્ટિમેન્ટમાં આઇટી, એફએમસીજી અને બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતાં ચાર દિવસની સેન્સેક્સની આગેકૂચને બ્રેક લાગી હતી. સેન્સેક્સ દોઠસો પોઇન્ટના ઘસા સાથે ૫૩,૦૦૦ની સપાટી માંડ સાચવી શક્યો હતો. અફડાતફડીથી ભરેલા સત્ર દરમિયાન ૫૪૬.૭૭ પોઇન્ટ અથવો તો ૧.૦૬ ટકા ના ગાબડા સાથે ૫૨,૬૧૨.૬૮ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૧૫૦.૪૮ પોઇન્ટ અથવા તો ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૫૩,૦૨૬.૯૭ પોઇન્ટની સપાટીએ સ્તિર થયો હતો. જ્યારે નિફ્ટી ૫૧.૧૦ પોઇન્ટ અથવા તો ૦.૩૨ ટકા ગબડીને ૧૫,૭૯૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૦ શેર નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા, જ્યારે નિફ્ટીના પચાસમાંથી ૩૪ શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ચાર દિવસની આગેકૂચમાં સેન્સ્ોક્સમાં ૨.૫૯ ટકા અથવા તો ૧૩૫૪ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં ૨.૮૪ ટકા અથવા તો ૪૩૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
હિંદુસ્તાન યુનિલીવર ૩.૪૬ ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો. આ ઉપરાંત આ યાદીમાં ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, વિપ્રો, એચસીેલ ટેકનોલોજીસ, ટાઇટન, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ફાઇનાન્સનો સમાવેછ હતો. જ્યારે એનટીપીસી, રિલાયન્સ, સનફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઇટીસી ટોપ ગેઇનર બન્યા હતા. એનટીપીસી ૨.૪૬ ટકા અને રિલાયન્સ ૧.૯૮ ટકા ઊછળ્યો હતો. દરમિયાન, એક્સિસ બેન્ક અને ટેબલ રિઝર્વેશન, ફૂડ ડિસ્કવરી અને રેસ્ટોરન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ, ઇઝીડાઇનેે બેંકના ગ્રાહકો માટે ડાઇનિંગ ડિલાઈટ્સનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ સમગ્ર ભારત અને દુબઈમાં ૧૦,૦૦૦થી વધુ પ્રીમિયમ રેસ્ટોરન્ટ્સમાંથી પસંદ કરવાનો વિકલ્પ, તાત્કાલિક ટેબલ રિઝર્વેશન અને ઇઝીડાઇન એપ દ્વારા કરવામાં આવેલા ડાઇનિંગ રિઝર્વેશન પર ઑફર્સ જેવા લાભો અપાશે. એક્સિસનો શેર ૬૨૫.૮૦ના સ્તરે બંધ થયો હતો.
રેલિગરના રિસચ૪ એનાલિસ્ટે કહ્યું હતું કે વિશ્ર્વબજારની નરમાઇ પાછળ સત્રની શરૂઆત નીચા મથાળે થઇ હતી અને સેન્ટિમેન્ટ નેગેટીવ હતી. જોકે, સત્ર આગળ વધવા સાથે ઇન્ડેક્સના પસંદગીના શેરોમાં લેવાલી નીકળવાથી સેન્સેકસ પણ નીચી સપાટીથી પાછો ફર્યો. આ સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ફરી એક વખત વેચવાલી અને દોવાણ નોંધાયું છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૭૦ ટકા લપસીને બંધ થયો છે, જ્યારે નિફ્ટીનો મિડકેપ-૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૪૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮ ટકા ઘટીને બંધ થયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.