Homeશેરબજારઆઠ સત્રની મંદીને બ્રેક: સેન્સેક્સમાં ૪૪૯ પોઇન્ટનો સુધારો, નિફ્ટી ૧૭,૪૫૦ની ઉપર

આઠ સત્રની મંદીને બ્રેક: સેન્સેક્સમાં ૪૪૯ પોઇન્ટનો સુધારો, નિફ્ટી ૧૭,૪૫૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી હોવા છતાં ચીનના ફેકટરી સારા ડેટા પાછળ એશિયા અને યુરોપના શેરબજારોમાં સુધારો આવતા શેરબજારમાં આઠ સત્રની પીછેહઠને બ્રેક લાગી હતી. સેન્સેક્સ ઉપરમાં ૫૯,૪૭૫.૪૫ અને નીચામાં ૫૯,૧૦૯.૫૪ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૪૪૮.૯૬ પોઈન્ટ્સ અથવા ૦.૭૬ ટકા ઉછળીને ૫૯,૪૧૧.૦૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૪૬૭.૭૫ અને નીચામાં ૧૭,૩૪૫.૨૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૪૬.૯૫ પોઈન્ટ્સ અથવા ૦.૮૫ ટકાના ઉછાળા સાથે ૧૭૪૫૦.૯૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં એકમાત્ર એસબીઆઈના શેરોમાં સૌથી વધુ ૨.૫૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અન્ય વધનારા મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક., ટાટા સ્ટીલ, મારૂતિ, ટાટા મોટર્સ અને વિપ્રોનો સમાવેશ થાય છે. સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૧.૬૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરો એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે.
બજેટમાં ઊંચા કેપિટલ એક્સપેન્ડિચરની જોગવાઇને આધારે મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસિસે ૨૦૨૩ માટે ભારતના અર્થતંત્રના વિકાસદરનો અંદાજ સુધારીને ૫.૫ ટકા જાહેર કર્યો છે. એ જ સાથે, મૂડીઝે ભારતના બેન્કિંગ ક્ષેત્રનું આઉટલૂક સ્ટેબલ જાહેર કરવા સાથે જણાવ્યું છે કે, આર્થિક વિકાસ અને નાણાકીય પરિસ્થિતિની સુધારાણાને આધારે બેન્કિંગ ક્ષેત્રને ટેકો મળશે.
ક્ધસલ્ટિંગ, આઉટસોર્સિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સોલ્યુશન્સ અને સર્વિસીસમાં વ્યસ્ત જયપુર સ્થિત ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપની વર્ટેક્સપ્લસ ટેક્નોલોજિસ લિમિટેડે ૧૪,૭૯,૬૦૦ શેરના ભરણા સાથે બીજી માર્ચે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૯૧-૯૬ નક્કી થઇ છે. કુલ ૧૪,૭૯,૬૦૦ શેરોમાંથી, ૭,૦૨,૦૦૦ શેર ક્વિબ્સ ક્વોટા માટે, ૨,૧૧,૨૦૦ શેર એચએનઆઇ ક્વોટા માટે અને ૪,૯૨,૦૦૦ શેર રિટેલ ક્વોટા માટે અનામત છે. લઘુત્તમ શેર લોટ ૧,૨૦૦નો છે. આ ભરણું છઠી માર્ચે બંધ થશે. લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ છે. અંતિમ તારીખ છઠી માર્ચ છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર મુકાશે.
એડવર્ટાઇઝીંગ સ્ટાન્ડર્ડઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ફ્યુચરબ્રાન્ડની ભાગીદારીમાં મુંબઇ ખાતે ગેટ ઇટ રાઇટ એએસસીઆઇ બ્રાન્ડ ઇન્ફ્લુએન્સર્સ સમિટ ૨૦૨૩ પરનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો ઊભા કરવાના શ્રેષ્ઠ માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી જેથી ઇન્ફ્લ્યુઅન્સર્સ ધારિત બ્રાન્ડ વૃદ્ધિ સમાન હોય અને દરેક હિસ્સાધારકો માટે નફાકારક બની રહે.
નિષ્ણાતો જણાવે છે કે બજાર પહેલેથી ઓવરસોલ્ડ હતું અને ઉપરાંત ભારતની ઉત્પાદન ક્ષેત્રની કામગીરી અપેક્ષા કરતા ઓછી ખરાબ રહી છે. એ જ સાથે ચીનના મેન્યુફેકચરિંગ ડેટા સારા આવવાથછી વિશ્ર્વબજારમાં સુધારો આવતા સેન્ટિમેન્ટ પલ્ટાયું હતું. બજારને સપોર્ટ આપનારી એક વધુ બાબતમાં પાછલા કેટલાક સત્રમાં સેન્ટિમેન્ટ બગાડનારા અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં પણ પાછલા સત્ર બાદ આ સત્રમાં પણ ૧૬ ટકા ઉછાળો જોવા મળ્યો છે.
મેટલ, ઓઈલ-ગેસ, પાવર આઈટી, ટેકનો, રિયલ્ટી, એનર્જી, ફાર્મા, બેન્ક, ફાઈનાન્શિયલ અને એનર્જી શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. સવારથી જ તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં જ રહ્યા હતા. શેરબજારનો અંડરટોન પણ એકદમ મજબૂત હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૩૫ ટકા અને ૧.૩૮ ટકા વધીને બંધ રહ્યા હતા.
નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ૧૫.૫૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં હિન્દાલ્કો, યૂપીએલ, એસબીઆઈ અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ બ્રિટાનિયાના શેરમાં ૧.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, સિપ્લા, બીપીસીએલ અને એસબીઆઈ લાઈફનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular