Homeઉત્સવક્રિએટર ઈકોનોમીની બોલબાલા

ક્રિએટર ઈકોનોમીની બોલબાલા

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી

પોતાની મરજી મુજબ જીવવું તે હરેક મનુષ્યનું સપનું હોય છે. આજના સમયમાં આ સપનું ઘણા લોકો સાકાર કરી રહ્યા છે. પોતાની આવડત, કૌશલ્ય અર્થાત સ્કિલથી પોતાના સમયે પોતાને ગમતું કામ લોકો કરે છે અને જીવનનિર્વાહ સારી રીતે ચલાવે છે. ઘણા લોકો આને ફ્રીલાન્સિંગ કહે છે અને આજે આને લાગતો વળગતો બીજો એક શબ્દ પ્રચલિત થયો છે અને તે એટલે ગિગ ઈકોનોમી. આપણે જાણીએ છીએ કે મીડિયા આજે અલગ સ્તરે વિસ્તરી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વધી રહ્યા છે. ઢજ્ઞીઝીબય અને ઝશસઝજ્ઞસ જેવા પ્લેટફોર્મ સાથે, કોઈપણ ઓનલાઇન જઈ શકે છે, ક્ધટેન્ટ બનાવી શકે છે અને તેમના પ્રેક્ષકોને શોધી શકે છે ત્યારે એક બીજો વર્ગ આજે ઉભો થઇ રહ્યો છે અને તે એટલે ક્ધટેન્ટ ક્રિએટર. પરિણામે, મીડિયા પહેલા કરતાં વધુ વિકેન્દ્રિત બન્યું છે, અને લાખો ક્ધટેન્ટ ક્રિએટર મનોરંજન ઉદ્યોગમાં પોતાની જગ્યા બનાવી રહ્યા છે. આ લોકો દ્વારા ઊભી થતી ઈકોનોમી આજે ક્રિએટર ઈકોનોમીના નામે પ્રચલિત છે. આ લોકો કશુંક ક્રિએટ કરે છે અને કમાય છે અને બધા મીડિયાની જેમ આ લોકો પણ બ્રાન્ડ પર મદાર રાખે છે પોતાની આવકનો.
આજ સુધી બ્રાન્ડ સેલિબ્રિટીના સહારે પોતાને પ્રમોટ કરતી હતી આજે આ લોકો નવા જમાનાના સેલિબ્રિટી છે. બ્રાન્ડ હંમેશાં નવા તરીકાઓ ગોતતી હોય છે પોતાને પ્રમોટ કરવાના અને આ સર્જકોનો સાથ તેમને પ્રમોટ કરવામાં મદદ કરી શકે. પણ પ્રશ્ર્ન થશે કે કઇ રીતે, કારણ આ સર્જકો અને સેલિબ્રિટીઓમાં ફરક છે. આ ઈકોનોમીમાં દર્શકો બ્રાન્ડ કરતાં સર્જકને વધુ મહત્ત્વ આપે છે. પરિણામ સ્વરૂપે, ઘણી મોટી બ્રાન્ડોએ ઝશસઝજ્ઞસ કે ઢજ્ઞીઝીબય જેવા પ્લેટફોર્મ પર પોતાને સ્થાપિત કરવા સંઘર્ષ કર્યો છે. આવા સમયે બ્રાન્ડે તેમનાં પ્રેક્ષકોને વધારવા અને આવક મેળવવા માટે ઈનફ્લુએન્સર માર્કેટિંગની રીત અપનાવવી જોઈએ. બ્રાન્ડે તેમના ઉત્પાદનો અથવા સેવાઓને પ્રમોટ કરવા માટે જે ઈન્ફ્લૂએંસરોનું સોશિયલ મીડિયા પર વફાદાર ફોલોઇંગ હોય તેઓ સાથે જોડાવું ફાયદાકારક હોઈ શકે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગનો લાભ લેવાની ઘણી રીતો છે. લોકપ્રિય યુક્તિઓમાં સોશિયલ મીડિયા ટેકઓવરનો સમાવેશ થાય છે જેમાં ઈનફ્લુએન્સર એક દિવસ માટે બ્રાન્ડના સોશિયલ મીડિયા એકાઉન્ટને “ટેકઓવર કરે છે. ઈન્સ્ટાગ્રામ લાઈવ અથવા ટ્વિટર સ્પેસ જેવા પ્લેટફોર્મ પર ઈનફ્લુએન્સર અથવા સેલિબ્રિટીઓ સાથે લાઈવ પ્રશ્ર્નોત્તરીનું આયોજન કરી શકાય. વધુમાં, પેઇડ પાર્ટનરશિપ, પ્રોડક્ટ પ્લેસમેન્ટ અને સ્પોન્સરશિપ જેવી યુક્તિઓ પણ અજમાવી શકાય. આ યુક્તિઓ અજમાવતી વખતે ઇન્ફ્લ્યુન્સરનું ક્ધટેન્ટ અને ઈમેજ તમારી બ્રાન્ડ સાથે સંરેખિત થાય તેની ખાતરી કરો. તમારે હંમેશાં તમારી બ્રાન્ડ સાથે કોણ અથવા શું સંકળાયેલું છે તેની કાળજી લેવાવી જોઈએ.
આ માધ્યમ દ્વારા બ્રાન્ડ, અવેરનેસ ઊભી કરી શકે છે અને સતત બદલાતા મીડિયા લેન્ડસ્કેપમાં સુસંગત રહેવા માટે પણ આ એક ઉત્તમ માર્ગ છે. આનો બીજો મોટો ફાયદો તે છે કે આ ડાયનેમિક માધ્યમ હોવાથી નવી નવી રીતો દ્વારા તમે તમારી બ્રાન્ડને પ્રમોટ કરી શકો છો. આ માધ્યમની બીજી સુંદર વાત તે છે કે આમાં તમને માસ ક્ધટેન્ટ અને નિશ અર્થાત વિશિષ્ટ ક્ધટેન્ટ બનાવવાવાળા સર્જકો મળશે. વિશિષ્ટ અર્થાત અમુક વિષયો પર ક્ધટેન્ટ બનાવે ઉદાહરણ તરીકે, ખેતી વિષયક, બાળ ઉછેર માટે, ફાઇનાન્સ, રસોઈ, અભ્યાસના અમુક વિષયો વગેરે. આજના ગ્રાહકો તેમની રુચિઓને અનુરૂપ વિશિષ્ટ ક્ધટેન્ટ પસંદ કરે છે. આના સહારે બ્રાન્ડને સર્જકો અને માઇક્રો- ઈન્ફ્લૂએંસરો મળશે જે તેમને નવા પ્રેક્ષકો સાથે જોડશે. આપણે જોયું કે કઇ રીતે માર્કેટિંગ લેન્ડસ્કેપ નોંધપાત્ર રીતે વિકસી રહ્યું છે. પહેલા ફક્ત જાહેરાતના રૂપમાં ક્ધટેન્ટના સર્જકો હતા, પરંતુ હવે તે લેન્ડસ્કેપ વ્યક્તિગત ઈનફ્લુએન્સર કે સર્જક સુધી પહોંચી ગયું છે. એક સ્માર્ટ માર્કેટર સહેલાઈથી મનગમતી ક્ધટેન્ટ બનાવવા માટે આ સર્જકોની કોમ્યુનિટી અર્થાત સમુદાયની શક્તિનો ઉપયોગ કરે છે. ઈનફ્લુએન્સર કે ક્રીએટર ઈકોનોમી આજે તેઓના ફોલોઅર્સના વિશ્ર્વાસ અને વર્ડ ઓફ માઉથની આસપાસ ફરે છે, પણ જો તેમનું કોઈ ક્ધટેન્ટ સારી રીતે સંકલિત ના થાય તો તે બ્રાન્ડ માટે બેકફાયર પણ થઇ શકે છે અર્થાત તેઓના માથે પડી શકે છે. બીજો પ્રશ્ર્ન ક્ધટેન્ટને લઈને હંમેશાં હોય છે કે વીડિયો ક્ધટેન્ટ લોન્ગ ફોરમેટ અર્થાત લાંબા-સ્વરૂપનું કે શોર્ટ ફોરમેટ ટૂંકા સ્વરૂપનું બનાવવું. ટૂંકા સ્વરૂપના ક્ધટેન્ટનો ઘણો વપરાશ થાય છે કારણ કે તે માત્ર ૧૫ સેક્ધડ લાંબી છે. જો તમે વધુ વાર્તા કહેવા માગતા હો, તો લાંબા-સ્વરૂપના ક્ધટેન્ટ બનાવો જે તમારા માટે કાર્ય કરે. આમ લાંબા કે ટૂંકા સ્વરૂપના ક્ધટેન્ટનો નિર્ણય સંપૂર્ણપણે બ્રાન્ડ અને તેના ઉદ્દેશ્ય પર આધારિત છે.
આગળ જતા ઈન્ફ્લૂએંસરો વ્યવસાયોનો, બ્રાન્ડનો અભિન્ન અંગ બનશે. જેમ જેમ ક્રિએટર ઈકોનોમી વિશિષ્ટ ક્ધટેન્ટ અને કોમ્યુનિટી / સમુદાયના જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે, બ્રાન્ડને ડિજિટલ સ્પેસની અંદર પ્રેક્ષકો સાથે કનેક્ટ કરવામાં મુશ્કેલી પડશે કારણ કે લોકો અન્ય લોકો સાથે વાતચીત કરવા માગે છે, બ્રાન્ડ સાથે નહીં. આનો સામનો કરવા માટે, બ્રાન્ડે તેવા ઈન્ફ્લુએન્સર સર્જકોનો સહયોગ કરવો જોઈએ જેઓની સાથે એસ્ટાબ્લિશ્ડ / સ્થાપિત અને એન્ગેજ્ડ પ્રેક્ષકો
તેમના ફોલોઅર્સ હોય. બ્રાન્ડે સર્જકો સાથે લાંબા ગાળાની ભાગીદારીમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ અને નહીં કે કોઈપણ એક પ્લેટફોર્મ પર વન-ટાઇમ પેઇડ જાહેરાતનું એસોસિએશન. આના માટે બીજી એક વ્યૂહરચના તે બનાવી શકાય કે જે સર્જકો નવા છે અને રસપ્રદ ક્ધટેન્ટ બનાવે છે તેવા સ્વતંત્ર સર્જકોમાં રોકાણ કરો. તેજ રીતે જે રીતે બ્રાન્ડ ઊભરતા સેલિબ્રિટી સાથે લાંબાગાળાનો કરાર કરે છે. આ ઉપરાંત માર્કેટર્સે એ વિચારવાનું શરૂ કરવું પડશે કે તેઓ કેવી રીતે સર્જકો સાથે ભાગીદારી કરી શકે અને આવા સર્જકો સાથે માત્ર તેમની ફી ચૂકવવાના વ્યવહારને બદલે સાચી ભાગીદારી માટે કઇ રીતે વધુ મૂલ્ય પ્રદાન કરી શકે. જેવી રીતે, તેઓને આગળ આવવા માટે જરૂરી સાધનો પ્રદાન કરવા, તેઓને નવા દર્શકો આકર્ષિત કરવા મદદરૂપ થવું, તેઓને પોતાને પ્રમોટ કરવા સાથ આપવો વગેરે.
સારાંશમાં, ક્રિએટર ઈકોનોમીની બોલબાલા રહેશે અને નવા સર્જકો આવશે. આવા સમયે તે સર્જકો અને તેમના વિશિષ્ટ સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે વધુ આવક મેળવવાનું ચાલુ રાખશે. જો માર્કેટર્સ તેમના ફાયદા માટે આ ઈકોનોમીનો લાભ લેવા માગે છે, તે કિસ્સામાં, તેઓએ તેમના પ્રેક્ષકો સુધી પહોંચવા માટે ઈન્ફ્લુએન્સર અને સર્જકો સાથે લાંબા ગાળાની, પરસ્પર ફાયદાકારક ભાગીદારી બનાવવાની જરૂર પડશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular