રિલીઝ થતાં જ આલિયા-રણબીરનું કેસરિયા સોંગ થઈ રહ્યું છે ટ્રોલ, બની રહ્યા છે મજેદાર મીમ્સ

ફિલ્મી ફંડા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર બ્રહ્માસ્ત્રનું ગીત કેસરિયા રિલીઝ થતાની સાથે ટ્રોલ થઈ રહ્યું છે. હિંદી અને ઉર્દુ ભાષામાં બનેલા આ ગીતમાં અંગ્રેજી શબ્દ લવ સ્ટોરિયા સૂટ થતું ન હોવાથી લોકોને આ શબ્દ ખટકી રહ્યો છે. આ ગીત અરિજીત સિંહે ગાયું છે, ગીત અમિતાભ બટ્ટાચાર્યએ લખ્યું છે અને સંગીત પ્રીતમે આપ્યું છે. આ ગીતને સોશિયલ મી઼ડિયામાં જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યુ છે અને તેના ફની મિમ્સ બની રહ્યા છે.

અમિતાભ ભટ્ટચાર્યએ આ પ્રકારનો અખતરો પહેલીવાર નથી કર્યો. તેઓ આવા પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેમણે લખેલા ઘણા સુપરહિટ ગીતો જેમ કે ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘ધ બ્રેકઅપ સોંગ’ અને ‘ઈમોશનલ અત્યાચાર’ લખ્યા છે.
હિન્દી ગીતોમાં અંગ્રેજી શબ્દોનું ફ્યુઝન નવું નથી. તે ઘણા પ્રસંગોએ ગીતોનો આકર્ષક ભાગ પણ બની ગયો છે. વરુણ ગ્રોવરની ‘ઓ વુમનિયા’, Do me a favour let’s play holi જેવા ગીતો હિટ થયા છે, પરંતુ કેસરિયામાં આ પ્રયોગ નિષ્ફળ સાબિત થયો છે.આ મામલે ફિલ્મના દિગ્દર્શન અયાન મુખર્જીએ પ્રતિક્રિયા આપતાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગીત રિલીઝ થયું ત્યારથી ટ્રોલિંગ ચાલુ છે. અમે ખૂબ જ પ્રેમથી આ શબ્દ એડ કર્યો હતો. ઈન્સ્ટ્રેસ્ટિંગ ટ્વિસ્ટ લાગ્યું હતું. અમને બિરીયાનીમાં એલચી જેવું નહોતું લાગ્યું. તેનો પોતાનો એક ટેસ્ટ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.