આ વર્ષની સૌથી બહુચર્ચિત ફિલ્મોમાંની એક એવી બ્રહ્માસ્ત્રને લઈને મોટી ખબર સામે આવી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો લૂક જાહેર કરવામાં આવ્યો છે.
બિગ બીનો આ લૂક ખૂબ જ દમદાર દેખાઈ રહ્યો છે. કરણ જોહર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જીએ બિગ બીની તસવીર શેર કરી છે. ફિલ્મમાં બિગ બી ગુરુનું પાત્ર ભજવી રહ્યા છે.
‘BRAHMASTRA’: BIG B FIRST LOOK LAUNCHED… Team #Brahmāstra Part One: #Shiva unveils #FirstLook of #AmitabhBachchan… Costars #RanbirKapoor, #AliaBhatt, #MouniRoy and #NagarjunaAkkineni… Directed by #AyanMukerji… #BrahmāstraTrailer on 15 June. pic.twitter.com/dcOwaaGfiy
— taran adarsh (@taran_adarsh) June 9, 2022
બિગ બીના લૂકની સાથે ફિલ્મના ટ્રેલરની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેલર 15મી જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે. ફેન્સને બિગ બીનો લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નોંધનીય છે કે ફિલ્મમાં મૌની રોય અને સાઉથના અભિનેતા નાગાર્જુન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં કરણ જોહરનો પણ કેમિયો રોલ હશે.