Homeઉત્સવમાગશર મહિનાનું ભવ્ય રાત્રિ આકાશ

માગશર મહિનાનું ભવ્ય રાત્રિ આકાશ

બ્રહ્માંડ દર્શન – ડો. જે. જે. રાવલ

પૂરા વર્ષમાં જો ભવ્ય રાત્રિ આકાશ હોય તો તે માગશર મહિનાનું હોય છે. માગશર મહિનાનું નામ જ મૃગશીર્ષ નક્ષત્ર પરથી પડ્યું છે. જયારે પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓએ નક્ષત્રો ઉપરથી મહિનાનાં નામો પાડ્યાં ત્યારે પૂર્ણિમાને દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં કે નક્ષત્રની બાજુમાં હોય તે નક્ષત્ર પરથી મહિનાનું નામ પાડયું છે. માગશર મહિનાનું નામ મૃગ નક્ષત્ર પરથી પડયું છે. કાર્તિક મહિનાનું નામ કૃત્તિકા પરથી પડ્યું છે. આમ ફાલ્ગુની નક્ષત્ર પરથી ફાગણ (ફાલ્ગુન) મહિનાનું નામ પડ્યું છે, વગેરે.
૫૦૦૦ વર્ષ પહેલાં જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે માગશર મહિનો વર્ષનો પ્રથમ મહિનો હતો અને નક્ષત્ર ચક્ર કે રાશિ ચંદ્રની પ્રથમ રાશિ કે નક્ષત્ર મૃગ નક્ષત્ર હતું. મૃગ નક્ષત્રની મહત્તા એ છે કે જયારે વસંતસંપાત બિન્દુ મૃગ નક્ષત્રમાં હતું ત્યારે હિમાલયમાંથી નીકળેલી વિશાળ, ઊંડી, પાણીની છલકાતી પુણ્યસલિલા નદીને કાંઠે પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓએ વેદોની રચના કરી હતી, અને મહાદેવી સરસ્વતીની આરાધના કરી હતી અને એ નદીનું નામ જ સરસ્વતી પાડ્યું હતું, અને પ્રાર્થના કરી હતી કે
અમ્બી તમે દેવી તમે નદી તમે સરસ્વતી
અપ્રશસ્તા રુપ:સ્મસિ પ્રશરિતમ્બ નસ્કૃતિ ॥
ઋગ્વેદ ૨.૪૧.૧૬
માટે જ્યારે માગશર મહિનાના રાત્રિ આકાશમાં આપણે મૃગ નક્ષત્રને જોઇએ ત્યારે આપણે આપણા પ્રાચીન મનીષિઓ વેદો રચતા હતાં તેની યાદ આવવી જોઇએ. મૃગ નક્ષત્ર અને ભારતીય સંસ્કૃતિનો આ સંબંધ છે જે કાયમી છે. મૃગ નક્ષત્ર રાત્રિ આકાશમાં આપણને છેક જેઠ મહિના સુધી દેખાશે. જ્યારે વિંછૂડો ઉદયનો થશે, અને ત્યારે મૃગ અસ્તનું થશે. વિંછૂડાથી ડરી જઇને મૃગ સંતાઇ જશે.
મૃગ નક્ષત્ર બહુ વિશાળ નક્ષત્ર છે. તે જયારે રાત્રિ આકાશમાં હોય ત્યારે તે આપણું ધ્યાન ખેંચ્યા વગર રહે જ નહીં. ગામડામાં લોેકો તેને ખાટલી કહે છે. મૃગ નક્ષત્ર અને રાત્રિ આકાશની ભવ્યતા અને સુંદરતા જોવાના આ જ ઠંડીના મહિનાઓ છે.
મૃગનક્ષત્રમાં ચાર પ્રકાશિત તારા ચતુષ્કોણ બનાવે છે. તેમાં જે લાલતારો છે તેનું નામ ભરત છે. તેને કાક્ષેય પણ કહે છે. તે લાલ વિરાટ તારો છે. તે તારો હવે વૃદ્ધ થઇ ગયો છે, તેથી ફાંફે છે અને ગમે ત્યારે તેનો વિસ્ફોટ થઇ મૃત્યુ પામી ગયો હશે પણ તેની માહિતી લઇ પ્રકાશ હજુ સુધી આપણા સુધી પહોંચ્યો નથી, કારણ કે તે આપણાથી ૬૫૦ પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે ત્યાંથી પ્રકાશને આપણા સુધી પહોંચતા ૬૫૦ વર્ષ લાગે છે. જોકે આજે તૂટે તો તેની માહિતી અને તેનું મૃત શરીર આપણને ૬૫૦ વર્ષ પછી દેખાશે, ત્યાં સુધી તે રાત્રિ આકાશમાં એમના એમ (ઇન્ટેક) દેખાશે. માટે બ્રહ્માંડમાં જે કાંઇ દેખાય છે તે ઘણીવાર સાચું હોતું નથી અને જે સાચું હોય છે તે ઘણીવાર દેખાતું નથી. બ્રહ્માંડની આવી માયા છે. વિજ્ઞાને બ્રહ્માંડની ઘણી માયાને છતી કરી છે.
ભરત તારો એટલો વિશાળ છે કે તેમાં પૂરું સૂર્યમંડળ સમાઇ જાય, તે તારો વૃદ્ધ હોવાથી તેની સપાટીનું ઉષ્ણતામાન ૩૦૦૦ અંશ સેલ્સિઅસ છે.
મૃગ નક્ષત્રમાં ભરતની સામેનો વિકર્ણ પર રહેલા તારો રાજન્ય અથવા બાણરજ છે. તે ભરતની વિરુદ્ધમાં યુવાન તારો છે. તેની સપાટીનું ઉષ્ણતામાન ૨૦,૦૦૦ અંશ સેલ્સિઅસ છે તે ખૂબ જ પ્રકાશિત હોવાથી આપણા પૂર્વજોએ તેનું નામ બાણરજ પાડ્યું છે. તે ઝળહળતો પ્રકાશિત તારો છે.
મૃગ નક્ષત્રના ચતુષ્કોણની વચ્ચે જે બીજા બે તારા બેલાટ્રીથી અને સૈફતે જોડતા વિકર્ણ પર ત્રણ તારા રાત્રિ આકાશમાં આપણી નજરે પડે છે તે ઓખા, અનિુરુદ્ધ અને ચિત્રલેખા છે. ઓખા, અનિરુદ્ધ, ચિત્રલેખા, બાણાસુર, રૂક્ષમણિ કૃષ્ણ ભગવાનના દીકરા પ્રદ્યુમનની વાત બધાને ખબર હશે. અનિરુદ્ધ પ્રદ્યુમનનો દીકરો થાય, એટલે કે કૃષ્ણ ભગવાનનો પૌત્ર. ઓખાની વાત પણ બધાને ખબર હશે તે હકીકતમાં શંકર-પાર્વતીની પુત્રી છે, પાર્વતીજીને એક પુત્રી હતી જેનું નામ ઓખા હતું. શંકર ભગવાન તપ કરવા ગયેલા ત્યારે ગણપતિજીનો જન્મ થયો હતો. તેથી શંકર ભગવાનને ખબર ન હતી કે તેમને ત્યાં પુત્ર અવતર્યો છે. એક દિવસ પાર્વતીજી સ્નાન કરવા બેઠા ત્યારે પુત્ર ગણપતિને દરવાજે ઊભા રાખેલા કે માતાજી સ્નાન કરે ત્યાં સુધી કોઇ ત્યાં આવે નહીં. જોગાનુજોગ શંકર ભગવાન તપ કરીને ઘરે આવ્યા. ઘરમાં જવા જતા હતા ત્યારે ગણપતિજીએ તેમને રોકયા. ગણપતિજીને ખબર ન હતી કે શંકર ભગવાન તેમના પિતા છે. ગણપતિએ શંકર ભગવાનને ધરાહાર ઘરમાં જવા દીધા નહીં. કારણ કે માતાજીની આજ્ઞા હતી કે કોઇને અંદર આવવા દેવા નહીં. પછી ગણપતિ અને મહાદેવ વચ્ચે યુદ્ધ થયું. તેમાં શંકર ભગવાને ગણપતિજીનું ડોકું ઉડાડી દીધું. પછી ગણપતિને હાથીનું ડોકું બેસાડવામાં આવ્યું. જયારે ગણપતિજી અને શિવજીનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ગણપતિજીની બહેન ઉષા-ઓખા મીઠાની ગુણી પાછળ સંતાઇ ગયેલી. તેથી પાર્વતીજી ક્રોધાયમાન થઇ ગયા કે ભાઇને મદદ કરવાને બદલે ઉષા સંતાઇ ગઇ. તેથી તેમને બાણાસુરને ત્યાં જનમ લેવાનો શાપ આપ્યો. તે ઓખા. ઓખા શંકર ભગવાનની દીકરી છે. બાણાસુર શિવજીનો મહાન ભકત હતો. જેમ રાવણ શિવજીનો ભકત હતો. મહિલાઓ
ચૈત્ર મહિનામાં અલૂણાવ્રત કરે છે, મોળું-મીઠા વગરનું ભોજન કરવાનું, તે આ પ્રંસગની યાદમાં કરે છે.
મૃગ નક્ષત્રના ચતુષ્કોણની બરાબર વચ્ચે જે ત્રણ ભરર છે ઓખા, અનિરુદ્ધ અને ચિત્રલેખા તેની નીચે એક ભવ્ય રંગબેરંગી મનમોહક વાયુનુ વાદળ છે તે મૃગ નક્ષત્રમાં હોવાથી તેનું નામ મૃગનિહારીકા છે. તે તારાનું જન્મસ્થાન છે. ત્યાં હાલમાં પણ તારા જન્મ લઇ રહ્યાં છે. આ વાયુના વાદળનો વ્યાસ ૩૦ પ્રકાશ વર્ષ છે. એટલે કે આ વાયુનાં વાદળને ઓળંગતા પ્રકાશને ૩૦ વર્ષ લાગે છે. એટલું વિશાળ આ વાયુનું વાદળ-મૃગનિહારીકા છે. તેનો વ્યાસ ત્રણ લાખ અબજ કિ.મી. છે. તે આપણાથી લગભગ ૬૫૦ પ્રકાશ વર્ષ દૂર છે, એટલે કે ત્યાંથી પ્રકાશને આપણા સુધી પહોંચતાં ૬૫૦ વર્ષ લાગે છે. તેનું કિ. મી.માં અંતર ૬૫ લાખ અબજ છે. મૃગ નક્ષત્રમાં બીજું એક વાયુનું વાદળ છે તેને અશ્ર્વમુખ નિહારીકા કહે છે, કારણકે તેનો આકાર અશ્ર્વના મુખ જેવો છે. તે પણ તારાનું જન્મસ્થાન છે આમ મૃગ નક્ષત્ર ઘણું ભવ્ય છે.
મૃગ નક્ષત્રની વચ્ચે જે ત્રણ તારા ઓખા, અનિરુદ્ધ અને ચિત્રલેખા છે. તેની સીધી રેખામાં અગ્નિ ખૂણામાં એક પ્રકાશિત તારો છે. તે મૃગનક્ષત્રને અનુસરે છે. તે તારાનું નામ વ્યાધ છે. તે બ્રહલુબ્ધક (મોટો શ્ર્વાન ઇશલ ઉજ્ઞલ) તારકસમૂહ છે. વ્યાધ સ્વર્ગનો દ્વારપાળ છે. કોઇને પણ કોઇ જીવને પણ યમરાજાની મંજૂરી વિના અંદર પ્રવેશવા દેતો નથી. વ્યાધ તારો આપણાથી ૮૦૭ પ્રકાશ વર્ષ દૂર છે. પૃથ્વી પરથી જોતા તે સૌથી વધુ પ્રકાશિત તારો છે. જયારે આપણે વ્યાધને જોઇએ ત્યારે તેની સ્થિતિ આજની નહીં પણ ૮.૭ વર્ષ પહેલાંની એટલે કે ૨.૧૩ના વર્ષની જોઇએ છીએ. તેનું કિ. મી. અંતર ૮૭,૦૦૦ અબજ કિ. મી.નું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular