હિંદુ ધર્મમાં શા માટે બ્રહ્મમુહુર્ત કહેવાય છે સૌથી ઉત્તમ સમય?

157

હિંદુ ધર્મમાં બ્રહ્મ મુહુર્ત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોથી લઇને ઋષિ-મુનિઓ અને વડીલોએ આ મુરતને ખૂબ લાભદાયી જણાવ્યું છે. આ સમયને દેવોનો સમય માનવામાં આવ્યો છે. આ સમયે ઉઠવુ એ મનુષ્ય માટે સૌથી સારું માનવામાં આવે છે. આ સમયે ઉઠનારા લોકોની બુદ્ધિ તેજ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

હિંદુ ધર્મમાં બ્રહ્મ મુહુર્ત એટલે સવારનો સમય. આ સમયે રાત પૂરી થાય છે અને દિવસની શરૂઆત થાય છે. બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4 વાગ્યાથી લઇને 5 કલાકને 30 મિનિટ સુધીનો માનવામાં આવે છે. જેનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. આ સમયે ઉઠવાથી બિમારીઓ ઘણી દૂર રહે છે. શાસ્ત્રો મુજબ, પ્રાચીન કાળથી ઋષિ-મુનિ આ સમયે ઉઠી જતા હતા અને સ્નાન કરીને ભગવાનની સાધનામાં લીન થતા હતા. આ સમય દેવોનો સમય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમય દેવી-દેવતા અને પિતૃનુ આગમન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!