હોલીવૂડના ચાહકો માટે સારા સમાચાર છે. હોલીવૂડ એક્ટર બ્રેડ પીટની ફિલ્મ “બુલેટ ટ્રેન” ભારતમાં ચોથી ઓગસ્ટના રોજ રિલીઝ થશે, એવી માહિતી ઈન્ટરનેશનલ રિલીઝના એક દિવસ પહેલા ફિલ્મ નિર્માતાએ બુધવારે આપી હતી.
ડેડપૂલ 2 ના દિગ્દર્શક ડેવિડ લીચની આ ફિલ્મમાં જોય કિંગ , એરોન ટેલર જોન્સન અને બ્રાયન ટાયરી હેનરી જેવા એક્ટર્સ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.
ફિલ્મમાં પિટ લેડીબગ નામના હત્યારાનું પાત્ર ભજવતો જોવા મળશે, જે તેના જીવનનો ત્યાગ કરવા માંગે છે પરંતુ ટોક્યોથી ક્યોટો તરફ જતી બુલેટ ટ્રેનમાં બ્રીફકેસ એકઠા કરવા માટે તેના હેન્ડલર મારિયા બીટલ દ્વારા તેને પાછો ખેંચી લેવામાં આવે છે. એકેડેમી અવોર્ડ વીનર સાન્ડ્રા બુલોકે પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે.
ચોથી ઓગસ્ટના રોજ આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં બુલેટ ટ્રેનને અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુમાં રજૂ કરશે.