ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જ્યાં એક પ્રેમીએ તેની પ્રેમિકાનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં તેણે બ્લેડ વડે યુવતીનું ગળુ કાપી નાંખ્યું હતું. ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસે આપેલી જાણકારી અનુસાર યુવતીનું વિકાસ નામની વ્યક્તિ સાથે અફેર હતું. યુવક તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પણ પહોંચ્યો હતો. તે દરમિયાન યુવતીના પરિજનોએ તેને પકડ્યો હતો. યુવતી વિકાસ સાથે લગ્નની જીદ કરી રહી હતી. તે ગર્ભવતી થઈ હતી ત્યારે યુવકે તેને અબોર્શન માટેની દવા આપી હતી. યુવતીએ દવા ખાવાનો ઈનકાર કર્યો તો તેને મળવા ગંગા કિનારે બોલાવી હતી અને ત્યાં તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને બ્લેડથી ગળું પણ કાપ્યું હતું.