ટ્વિટર પર ટ્રેન્ડ થયું બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા, જાણો લોકોના વિરોધનું કારણ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

સોશિયલ મીડિયા પર મોટાભાગની ફિલ્મોનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવવા જઈ રહી છે. રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. #BoycottLaalSinghChaddha સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
હિન્દી ફિલ્મના જાણીતા કલાકાર આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં ફસાઇ છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં ટોમ હેન્કસે મુખ્ય ભૂમિકા ભજવી હતી. દર્શકો આ અંગ્રેજી ફિલ્મને OTT પ્લેટફોર્મ પર જોઈ શકે છે. આમિર ખાન પર ‘ફોરેસ્ટ ગમ્પ’ની નકલ કરવાનો આરોપ છે.
આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર લાલ સિંહ ચઢ્ઢા 11 ઑગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે. લોકોને બોલીવૂડના સુપર સ્ટાર્સ બીજી ફિલ્મની નકલ કરે તે પસંદ નથી આવતું, તેથી તેઓ લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. જોકે, લાલ સિંહ ચઢ્ઢાના વિરોધનું આ એકમાત્ર કારણ નથી.
આમિર ખાને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ વિશે ભૂતકાળમાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવે પણ દેશ પ્રત્યે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ‘અમે કંઇ તમને અમારી ફિલ્મ જોવા માટે દબાણ નથી કરી રહ્યા. તમારે હિંદી ફિલ્મો નહીં જોવી હોય તો નહીં જુઓ’, એવી કરિના કપુરની વિવાદીત ટિપ્પણી પણ લોકો ભૂલ્યા નથી.
લાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં આમિર અને કરિનાની જોડી છે. આમિર ખાન અને કરીના કપૂર આ પહેલા ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં સાથે જોવા મળ્યા હતા. આમિર અને કરીનાની જોડી ચાહકોની પસંદ બની હતી. હવે દર્શકોને આ જોડી ફરી એકવાર ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મમાં જોવા મળશે.
લાલ સિંહ ચઢ્ઢા હિટ જશે કે ફ્લોપ એ તો સમય જ કહેશે, પણ આપણે અત્યારે કેટલાક મજેદાર મિમ્સ માણીએ.

“>

 

“>

“>

“>

“>

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.