હરિયાણાની બૉક્સર પ્રીતિ દહિયા ધ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં  ભારતીય બૉક્સિગંના ઊભરતા સ્ટાર તરીકે ઊભરી રહી છે

ટૉપ ન્યૂઝ

પીનવેઈટ (૬૦ કિગ્રા.) વર્ગમાં, હરિયાણાસ્થિત મુક્કાબાજ પ્રીતિ દહિયા રિંગમાં કોઈ ભૂલ કરતી નથી. તાજેતરમાં યોજાયેલી ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં, પ્રીતિ રાષ્ટ્રીય સ્તરે બૉક્સિગં ઈવેન્ટ કેટેગરીમાં ઊભરતી સ્ટાર તરીકે ઊભરી રહી છે. બૉક્સર એશિયન યુથ બોક્સિગં ચેમ્પિયનશિપ ૨૦૨૧મા પણ સુવર્ણચંદ્રક વિજેતા છે. ટૂંકા સમયમાં પ્રીતિએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં નવ કરતાં વધુ ગોલ્ડ મૅડલ જીત્યા છે.
પ્રીતિ પહેલાં કબડ્ડી પ્લેયર હતા, પરંતુ પિતાના કહેવા પર કબડ્ડી છોડી દીધી અને બૉક્સિગં રમવાનું શરૂ કર્યું. સ્ટાર બૉક્સર તેણીની સફળતા તેણીના કોચ અને પરિવારને સમર્પિત કરે છે. પ્રીતિના કહેવા મુજબ ‘કોચ કોઈપણ ખેલાડીના જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોઈપણ ખેલાડી સારા કોચ વિના ચમકી શકતો નથી.’
તેણીના કોચ અને મેન્ટોરે મીડિયાને જણાવ્યું કે પ્રીતિ સખત મહેનત અને નિશ્ર્ચયમાં વિશ્ર્વાસ રાખે છે તેથી જ સફળતા મળી છે. સ્કૂલ ગેમ્સમાં બૉન્ઝ જીતવાથી લઈને ૨૦૧૮મા ઓલ ઈન્ડિયા સ્કૂલ ચેમ્પિયનશિપ સિલ્વર મૅડલ જીતવા સુધી, પ્રીતિ દહિયાએ પાછું વળીને જોયું નથી. તેણીની એશિયન બૉક્સિગં ચેમ્પિયનશિપ ૨૦૧૯મા ગોલ્ડ જીતનારી સૌથી નાની વયની ખેલાડી બની હતી, જે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.
હાલમાં પ્રીતિ ઓલિમ્પિકસમાં દેશ માટે ગોલ્ડ મૅડલ જીતવાનું તેણીનું સ્વપ્ન પૂરું કરવા માટે અથાક મહેનત કરી રહી છે. આ બૉક્સર પ્રતિષ્ઠિત પોડિયમ પર ભારતીય ધ્વજ લહેરાવીને દેશ અને સમાજનું નામ રોશન કરવા માગે છે. તેણીની ઑલિમ્પિક્સમાં અત્યાર સુધી કોઈપણ ભારતીય મહિલા બોક્સર દ્વારા દેશ માટે ગોલ્ડ મૅડલ ન જીતવાનું મહેણું તોડવા માગે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.