Homeદેશ વિદેશડૉલર સામે રૂપિયામાં ૨૪ પૈસાનું બાઉન્સબૅક

ડૉલર સામે રૂપિયામાં ૨૪ પૈસાનું બાઉન્સબૅક

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવા આશાવાદ સાથે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ આજે ડૉલર સામે રૂપિયો ૨૪ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૧.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૨૮ના બંધ સામે સુધારાના ટોને ૮૧.૧૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર નીચામાં ૮૧.૪૫ અને ઉપરમાં ૮૧.૦૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨૪ પૈસાના સુધારા સાથે ૮૧.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડવા અંગે વિચારણા કરે તેવી શક્યતા ફેડરલના ઉપાધ્યક્ષે વ્યક્ત કરતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૪૮.૮૪ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૭૪.૨૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના બાઉન્સબૅકને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

RELATED ARTICLES

Most Popular