કોપર, ઝિન્ક અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં બાઉન્સબૅક

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચીનના આર્થિક ડેટા નબળા આવ્યાના નિર્દેશો સાથે ગઈકાલે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં મોટા ગાબડાં પડ્યા બાદ આજે વિશ્ર્વ બજારના અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને કોપર, ઝિન્ક અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૭થી ૧૪ સુધીનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫નો અને નિરસ માગે લીડ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયની ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આમ એકંદરે આજે સપ્તાહના અંતે મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને કોપર, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૪ વધીને રૂ. ૬૨૫, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ વધીને રૂ. ૬૦૩, કોપર કેબલ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને અનુક્રમે રૂ. ૬૧૦ અને રૂ. ૪૬૦, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૯ વધીને રૂ. ૬૦૪, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૭ વધીને અનુક્રમે રૂ. ૫૫૨ અને રૂ. ૨૭૭ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સતત બીજા સત્રમાં ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટીને અનુક્રમે રૂ. ૨૩૦૦ અને રૂ. ૧૯૦૦ના મથાળે રહ્યા હતા, જ્યારે નિરસ માગે લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને રૂ. ૧૮૦ની સપાટીએ રહ્યા હતા. આ સિવાય બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૪૩૫, રૂ. ૧૫૯ અને રૂ. ૨૧૨ના મથાળે ટકેલા
રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.