કોપર, ટીન અને ઝિન્કમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ગઈકાલે સ્થાનિક ધાતુ બજારમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી રહેતાં ભાવમાં કડાકા બોલાઈ ગયા બાદ આજે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ખાસ કરીને ટીનમાં કિલોદીઠ રૂ. ૭૫નું અને કોપરની અમુક વેરાઈટી તથા ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. ૧થી ૫નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ હેઠળ નિકલમાં કિલોદીઠ રૂ. ૨૫નો અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા બ્રાસ શીટ કટિંગ્સમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૫ અને રૂ. ૨નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યા નુસાર ગઈકાલે ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૦નું ગાબડું પડ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નીકળેલી નવેસરથી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૫ વધીને રૂ. ૨૮૨૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, તેમાં કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૬૭૩, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને રૂ. ૬૯૪, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૬૮૩ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૩૧૪ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે નિકલના ભાવમાં ઘટાડાતરફી વલણ અને તેમાં પણ વર્ષ ૨૦૨૨ની સર્વોચ્ચ સપાટીથી ભાવમાં ૫૦ ટકા જેટલો ઘટાડો આવી ગયાના અહેવાલ સાથે આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટીને રૂ. ૨૧૦૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ ઘટી આવ્યા હતા તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૬૨૦ અને રૂ. ૨ ઘટીને રૂ. ૫૩૫ના મથાળે રહ્યા હતા. જોકે, ઉપરોક્ત સિવાયની ધાતુઓ જેમ કે કોપર વાયરબાર, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.