બે દિવસ બાદ બાઉન્સ બેક: બેન્ચમાર્ક ૫૪૮ પોઇન્ટ ઊછળ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ કડક નાણાં નીતિની અટકળો છતાં યુરોપના શેરબજારોના સકારાત્મક સંકેતને અનુસરતા સ્થાનિક શેરબજારે બે દિવસની પીછેહઠ બાદ બાઉન્સ બેક કર્યું હતું અને બંને બેન્ચમાર્કમાં એકાદ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ખાસ કરીને આઇટી અને બેન્ક શેરોમાં લેવાલી જોવા મળી હતી. સત્ર દરમિયાન ૫૮૬.૬૦ પોઇન્ટ અથવા તો એક ટકાના ઉછાળા સાથે ૫૫,૮૫૩.૦૯ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૫૪૭.૮૩ પોઇન્ટ અથવા તો ૦.૯૯ ટકાના ઘટાડા સાથે ૫૫,૮૧૬.૩૨ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૭.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૯૬ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૧૪.૮૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સન ફાર્મા,એશિયન પેઇન્ટ, ટીસીએસ, અલ્ટ્રાટેક: સેન્સેક્સના શેરોમાં ૩.૩૯ ટકાના ઉછાળા સાથે સન ફાર્મા ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય વધનારા શેરોની યાદીમાં સ્ટેટ બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો, એશિયન પેઇન્ટ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ અને ઇન્ડઇન્ડ બેન્કનો સમાવેશ હતો. જ્યારે ટોચના ઘટનારા અગ્રણી શેરોમાં ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેન્ક, એનટીપીસી, બજાજ ફિનસર્વ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો. નાના શેરોમાં પણ ફરી લેવાલી જોવા મળી હતી. મિડકેપ ઈન્ડેક્સ ૦.૯૦ ટકા વધીને ૨૩,૫૯૦.૧૪ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮ ટકા વધારાની સાથે ૨૬,૫૧૭.૮૦ પર બંધ થયા છે.
બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ શેરોમાં લેવાલી: બુધવારના સત્રમાં બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૪૧-૨.૩૩ ટકાનો વધારો જોવા મળી હતી. બેન્ક નિફ્ટી ૧.૦૩ ટકાના વધારાની સાથે ૩૬,૭૮૩.૭૫ના સ્તર પર બંધ થયો હતો. અગ્રણી શેરોમાં સન ફાર્મા, એસબીઆઈ, ડિવિઝ લેબ્સ, એલએન્ડટી, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, ગ્રાસિમ અને એશિયન પેંટ્સ ૨.૨૪-૩.૧૮ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, બજાજ ઑટો, એચડીએફસી લાઈફ અને કોટક મહિન્દ્રા બેન્ક ૦.૩૨-૧.૩૩ ટકા સુધી ઘટીને બંધ થયો છે.
અદાણી પાવર, ગ્લેનમાર્ક, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ: ફેડરલ રિઝર્વના નિર્ણયની સાંજે જાહેરતા થાય એ પહેલા નવેસરની લેવાલીને પગલે નિફ્ટીમાં ઉછાલો જોવા મળ્યો હતો અને એશિયાઇ બજારોમાં તેની કામગીરી સૌથી સારી રહી હતી. મિડકેપ શેરોમાં નુવોકો વિસ્તાસ, અદાણી પાવર, ગ્લેનમાર્ક, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને રેમ્કો સિમેન્ટ્સ ૩.૭૩-૫.૦૨ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ટાટા પાવર, શ્રીરામ ટ્રાન્સફર, ૩એમ ઈન્ડિયા અને ટીવીએસ મોટર ૧.૭૨-૩.૮૩ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
બીએસઇના મેનેજિંગ ડિરેકટર અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કાર્યકાળ પૂરો થતાં બીએસઇના પદો પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ એનએસઇના એમડી અને સીઇઓનો કાર્યભાર સંભાળવાના છે. બીએસઇએ નવા ચીફની શોધ શરૂ કરી છે અને તે દરમિયાન એક્સચેન્જનું કામકાજ કમિટી સંભાળશે.
સ્વિડિશ હોમ ફર્નિશર રિટેલર કંપની આઇકિયાએ ભારતમાં વિસ્તરણ હેઠળ આસ સિટી ખાતે ૭૨,૦૦૦ ચોરસ ફૂટનો ત્રીજો આઉટલેટ સ્થાપ્યો છે, જે ભારતમાં મોલમાં પ્રથમ છે. કંપનીએ ૨૦૧૯માં ઇકોમર્સ માધ્યમે ભારતમાં પ્રવેશ બાદ મુંબઇ ખાતે વિસ્તરણ સાધ્યું છે અને રૂ. ૬૦૦૦ કરોડનું રોકાણ કરશે. અહીં ૫૦૦૦ પ્રોડક્ટ ઉપલબ્ધ હશે અને કંપની ૨૭ ટકા લોકલ સોર્સિંગ કરે છે.
એમટીએનએલ, ગુજ થેમિસ, ગ્રેવિટા, થિરૂમલાઈ કેમિકલ્સ: એશિયાઇ બજારોમાં સિઓલ અને ટોકિયો શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે શાંઘાઇ અને હોંગકોંગના શેરબજારો નેગેટીવ ઝોનમાં બંધ થયા હતાં. યુરોપના મહત્ત્વના શેરબજારોમાં મધ્યસત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવાલ હતાં. એમેરિકાના બજારોમાં મંગળવારે પીછેહઠ નોંધાઇ હતી.
સ્મોલકેપ શેરોમાં એમટીએનએલ, ગુજ થેમિસ, દિયામાઈન્સ કેમિકલ, ગ્રેવિટા ઈન્ડિયા અને જીએફએલ ૯.૮૨-૧૬.૯૬ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં તેનલા પ્લેટફોર્મ્સ, થિરૂમલાઈ કેમિકલ્સ, મહિન્દ્રા ઈપીસી, સનસેરા એન્જીન અને રૂટ ૬.૬-૧૯.૮૮ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ૦.૫૩ ટકાના સુધારા સાથે બેરલદીઠ ૧૦૫ બોલાયા હતા. દરમિયાન, એક્સચેન્જ પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં રૂ. ૧૫૪૮.૨૯ કરોડના શેર ભારતીય બજારોમાં ઠાલવ્યા હતા. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.