જો તમે ક્રિકેટર હો, ડેશીંગ લુક ધરાવતા હો, સારી બોલીંગ બેટીંગ કરતા હો, આઇપીએલમાં ચમકતા હો, તો પછી ભારતીય ફિલ્મોની હિરોઇનો તમારી આગળ પાછળ ભમરાની જેમ ના ફરક્યા કરે તો જ નવાઇ. આવુ જ કંઇક ભારતના સ્ટાર બેસ્ટમેન સાથે થઇ રહ્યું છે. કામદેવને ય સ્પર્ધા આપે એવું એનું ચાર્મીંગ લુક અને ક્રિકેટના મેદાન પર ફાંકડું પરફોર્મન્સ ભલભલી હિરોઇનોને શુભમન ગિલના દિવાના કરી દે છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ દરરોજ સમાચાર પત્રોના મથાળામાં ચમકતો રહે છે. ક્યારેક તેની ડેશિંગ બેટિંગના કારણે તો ક્યારેક તેની અંગત જિંદગીના કારણે તે મીડિયામાં છવાયેલો રહે છે.
શુભમન ગિલના ચાહકો એ જાણવા ઉત્સુક છે કે તે કોને ડેટ કરી રહ્યો છે. આ સ્ટાર ક્રિકેટર પહેલા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયેલો હતો. આ પછી, બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથેના તેના સંબંધોની અફવાઓ સામે આવી હતી. તાજેતરમાં જ શુભમન ગિલનું નામ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે જોડાયું હતું. હવે તેણે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ઈન્ટરવ્યુમાં શુભમન ગિલને તેના ક્રશ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.
ક્રિકેટરે શરૂઆતમાં પ્રશ્નને ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેને ફરીથી પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો કે તેને અભિનેત્રી રશ્મિકા મંદાના પર ક્રશ છે. નોંધનીય છે કે રશ્મિકા મંદાનાને તેના ચાહકોએ ‘નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા’નું બિરુદ આપ્યું છે. શુભમન ગિલે રશ્મિકા મંદાનાને પોતાનો ક્રશ કહ્યું છે, આ વાત સામે આવતા જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. બધા વિચારી રહ્યા છે કે શું બંને ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે.