બોટાદ લઠ્ઠાકાંડ: દારૂના વેચવા હપ્તા લેવાના આરોપ સર ASI સસ્પેન્ડ, CM અને ગૃહમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી

આપણું ગુજરાત

Botad: ગુજરાતના બોટાદ જીલ્લામાં લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક વધીને 28 થયો છે. હજુ પણ વધુ લોકોના જીવ જાય તેવી શક્યતા છે. પોલીસના જણાવ્ય પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પરંતુ કેમિકલયુક્ત પ્રવાહી પી લીધું હતું. બીજી તરફ બરવાળા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા એક મહિલા એ.એસ.આઈનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બુટલેગર સાથે દારૂ વેચવા હપ્તો સેટ કરવાની વાતચીત કરી રહ્યા છે. આ ઓડિયો વાયરલ થયા બાદ બોટાદ એસ.પી. કરન રાજ વાઘેલાએ એ.એસ.આઈ.યાસ્મીન જરગેલાને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે બીજી તરફ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસવડા સાથે વાત કરી સઘન તપાસના આદેશ આપ્યા છે.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા. રાજ્યભરમાં ખડભડાટ મચાવનાર લઠ્ઠાકાંડ બાદ દેશી દારૂના અડ્ડાઓ અને બુટલેગરો પર પોલીસ દરોડા પડી રહી છે.
ત્યારે બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા પ્રતિનિધિ મંડળ સાથે આજે બરવાળા, રોજિદ અને ભાવનગરની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવશે અને હોસ્ટપિટલની મુલાકાત લેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.