ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો પૂજારીનો મૃતદેહ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જન્માષ્ટમીના પવિત્ર દિવસે બોટાદ ગઢડાના BAPS મંદિરમાંથી દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ વ્યક્તિની ઓળખ પ્રતાપસિંહ સિંઘા તરીકે થઇ છે. તેઓ મંદિરમાં પૂજારીનું કામ કરતા હતા. વહેલી સવારમા ંજ મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડતી થઇ છે. આ અંગેની જાણ થતા, DYSP, LCB, SOG સહિતનો મસમોટો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ ચાલુ કરી છે.
આ પ્રકારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. મંદિરના પૂજારીએ આપઘાત કર્યો કે પછી તેમની હત્યા કરવામાં આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આજે તહેવારનો પાવન દિવસ હોવાથી મંદિરમાં ભક્તો મોટી હાલતમાં ઉમટી પડ્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે તેઓ પણ શઓકમાં ગરકાવ થઇ ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.