બોરસદમાં આભ ફાટ્યું: ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ, 11 પશુઓના મોત

આપણું ગુજરાત

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે આણંદ જિલ્લાના બોરસદમાં જાણે આભ ફાટ્યું હોય એમ ગુરૂવારની રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તોફાની વરસાદને પગલે 11 જેટલા પશુઓના મોત પણ થયા હતા.
આણંદ જિલ્લામાં ગુરુવારે રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ત્યારે જિલ્લાના બોરસદમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. માત્ર ચાર કલાકમાં 11 ઈંચ સાંબેલાધાર વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને તળાવો છલકાઈ ગયા છે. લોકોના ઘરમાં કમ્મર સુધી પાણી ભરાઈ જતા તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરાયેલા પાણીના નિકાલ માટે પાલિકાની ટીમે દોડતી થઇ ગઈ છે. દબાણો દુર કરવા ઉપરાંત કાંસની તાત્કાલિક સફાઇ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી. પરંતુ 11 જેટલા પશુના મોત નિપજ્યા હતા.
આણંદ જિલ્લાના બોરસદમાં 282 MM, આંકલાવમાં 78 MM, આણંદમાં 28 MM અને તારાપુરમાં 42 MM વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.