બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને વિશ્વાસ મત જીત્યો હતો. તેમની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ તેમના નેતૃત્વને પડકાર્યું અને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. બોરિસ જોન્સનને 58.8 ટકા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. જોન્સનને 211 વોટ મળ્યા હતા જ્યારે તેમના વિરોધમાં 148 વોટ પડ્યા હતા. જો કે, જ્હોન્સને વિશ્વાસ મતના અંતિમ પરિણામ માટે જે આગ્રહ રાખ્યો હતો, તે જ થયું અને નિર્ણય તેની તરફેણમાં આવ્યો.
સંસદના 148 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. 58.8 ટકા સંસદોએ તેમની તરફેણમાં અને 41.2 ટકા વિરૂદ્ધ મતદાન કર્યું હતું.
2020માં બ્રિટનમાં જ્યારે કોરોનાનો રોગચાળો ભારે વકર્યો હતો, ત્યારે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન અને તેમના સાથીદારોએ પાર્ટીઓ યોજી હતી અને તેમાં હાજરી આપી હતી. જોન્સનના સત્તાવાર નિવાસસ્થાન 10 નંબર ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સરકારી અધિકારીઓ ખાતેના જ્હોન્સનના વાઇન અને ચીઝની જ્યાફત માણતા નજરે પડ્યા હતા. તપાસમાં આ વાત જાણવા મળ્યા પછી પોલીસ દ્વારા જોન્સનને કાયદો તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ “પાર્ટીગેટ” કૌભાંડ તરીકે જાણીતું તરીકે જાણીતું બન્યું હતું.
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ભૂમિકામાં સેવા આપવા માટે સીધા જ ચૂંટાતા નથી, પરંતુ સંસદમાં બહુમતી બેઠકો જીતનાર રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. જો જ્હોન્સન સોમવારે વોટ હારી ગયા હોત, તો બહુમતી ધરાવતા કન્ઝર્વેટિવ પાર્ટીએ આપોઆપ વડા પ્રધાન પદ સંભાળવા માટે નવા નેતાની પસંદગી કરી હોત. બોરિસ જોન્સને તેમના પક્ષના ધારાસભ્યોને પાર્ટીગેટ કૌભાંડ છતાં વડા પ્રધાન તરીકે તેમનામાં વિશ્વાસ રાખવા માટે વ્યક્તિગત વિનંતી કરી હતી. દરખાસ્ત પર ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું.