ગુજરાતનો દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સરહદે આવેલો હોવાથી બુટલેગરો મોટા પ્રમાણમાં દારુ અહીંથી ગુજરાતમાં ઘુસાડે છે. ત્યારે દાહોદમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાત્રે દાહોદના દેવગઢબારિયામાં દારૂની હેરફેર પર રેડ કરવા ગયેલી પોલીસની ટીમ પર બુટલેગરોએ ફાયરીંગ કર્યું હતું.
મળતી માહિતી મુજબ સ્ટેટ વિજિલનસની ટીમ મોડી રાત્રે દારૂની હેરફેર પર રેડ કરવા ગઈ હતી. પોલીસને દેખતા માથાભારે બૂટલેગરોએ ફાયરિંગ કર્યું હતું, જેનો વળતો જવાબ આપતા પોલીસની ટીમેં પણ ફાયરિંગ કર્યું હતું. બુટલેગરો પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ થયા હતા. પોલીસે રેડ દરમિયાન દારૂના બે મોટાં અને બે નાનાં વાહનો જપ્ત કર્યાં છે. મોટા પ્રમાણમાં દારૂ જથ્થો પોલીસે પકડી પડ્યો છે.
વિજીલન્સ ટીમને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો કુખ્યાત બુટલેગર ત્રણ-ચાર ગાડી ભરી વિદેશી દારૂનો જથ્થો ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે પાંચિયાસાળ ગામ પાસે વોચ ગોઠવી હતી. બુટલેગરની ગાડી આવતા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો. બુટલેગર અને તેના સાગરીતોએ પોલીસની ટીમ પર આડેધડ આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદભાગ્યે ફાયરીંગમાં પોલીસ જવાનોને કોઈ ઈજા થઇ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું છે. બૂટલેગરો ફરાર થવામાં સફળ થયા હતા.
ગુજરાતમાં બુટલેગરો બેફામ: દાહોદમાં દારૂની હેરફેર પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ
RELATED ARTICLES