ટેક-વ્યૂ -વિરલ રાઠોડ

ફિલ્મ હોય કે ફેશન આપણે સૌ રિવ્યૂ ઉપરથી રિઝલ્ટનું અનુમાન કરીને વસ્તુની ખરીદી કરતા હોય છે. સમાજમાં ઘણી વખત સંબંધીઓ કે મિત્રો રિવ્યૂની સાથે રેફરન્સ પણ આપી દેતા હોય છે. એમાં પણ આપણા ગુજરાતીઓ બીજા બે લોકોને શોધી વેપારીને ફાયદો કરાવે એટલે એનું ડિસ્કાઉન્ટ પણ અલગથી માગે. દુનિયાની કોઈપણ વેપારી પ્રજા એવી નહીં હોય જે ડિસ્કાઉન્ટ માગીને પણ બીજાને સારો રેફરન્સ આપી મોટી ડીલ કરાવી જાય. વેપારી કરતા પણ ગુજરાતીઓનું ધંધા પ્રત્યે એક વલણ જુદું રહ્યું છે. જો બિઝનેસ મળે તો એનો બેનિફિટ પણ અલગથી ગણાવો જોઈએ. સર્ચ એન્જિન કંપની ગૂગલે પોતાના પ્લે સ્ટોર પોલિસીમાં ફેરફાર કર્યા છે.
ખાસ કરીને ફેક યુઝર્સ તેમજ એકાઉન્ટને કોઈ ખોટું પ્રમોશન ન આપી જાય એ માટે પગલાં લીધા છે. કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કે અપડેટ કરે ત્યારે પ્લે સ્ટોરમાંથી મેસેજ આવે છે કે આ એપ્લિકેશનને તમે કેટલા સ્ટાર આપો.
એપ્લિકેશન હોય કે કોઈ પ્રોડક્ટનું સેશન રિવ્યૂ અને રેફરન્સ દરેક જગ્યાએ ખૂબ મહત્ત્વનું હોય છે. મેપિંગથી લઈને મંદિર સુધી દરેકનું ચોક્કસ લોકેશન લજ્ઞજ્ઞલહય મેપ્સમાં છે ત્યારે ઘણી વખત ફેક રેટિંગ કામ કરી જાય છે. ઠેકાણા વિનાની રેસ્ટોરન્ટ અને એમ્બિયન્સ પણ ન ગમે એવી હોટેલ. જેનો કડવો અનુભવ કેટલાય યુઝર્સને થયેલો છે. આવી ફેક કોમેન્ટ અને ફાઇનાન્સ બગાડતી રેટિંગ સામે કંપનીએ પગલાં લેવાનું ચાલુ કર્યું છે. એક અપડેટ અનુસાર કંપની દરેક એપ્લિકેશન ઉપર હવે ટ્રાફિક અને ટોટલ અપડેટની ગણતરી કરે છે જેમાં સૌથી વધારે સર્ચ અને પ્લે સ્ટોર પર થતું સર્ચ કોઈ પ્રોડક્ટ અંગે મેચ થશે તો એ દરેકના રેફરન્સ ગૂગલ ચેક કરશે. માઉથ ટુ માઉથ થતું માર્કેટિંગ આખરે ક્યાંક તો સર્ચ એન્જિન સુધી પહોંચે છે જેમાં એક કીવર્ડ થી લઈને ફેક યુઝર સુધી પહોંચવાની કંપનીની ગણતરી છે. હવે કંપનીએ પોતાના પ્લે સ્ટોર પર વોચ વધારી છે એટલે કે કોઈપણ એપ્સ સાથે જોવા મળતા વીડિયો અને એના રેટિંગ કમેન્ટ્સ ખરેખર કોઈ યુઝર્સના છે કે ફેક્ એકાઉન્ટથી કરેલા છે તેની કાયદેસર તપાસ થશે. મન ફાવે એટલા અને ગમે તેટલા એકાઉન્ટ તૈયાર થાય ત્યારે એના વાસ્તવિક યુઝર સુધી પહોંચવું કઠિન છે પરંતુ સતત બની રહેલા નવા એકાઉન્ટ અને ઓફિશિયલ રીચ સુધી પહોંચતી કડી વચ્ચે ફેક અને હેકર્સ એવી રીતે ઘૂસે છે જાણે કાશ્મીરની ખીણમાં ત્રાસવાદી ઘૂસણખોરીની ફિરાકમાં હોય.
કંપની જ્યારે જે તે એકમ કે ઉત્પાદનને સ્પેસ આપે છે ત્યારે એના બિઝનેસ તેમજ કસ્ટમરને એક બુસ્ટ મળે એવી પૉલિસી પણ ધ્યાને લેશે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી જોવા મળતા ફેક આઈડીને કારણે કંપનીની તેમજ એને આપેલા પ્રોડક્ટનો ઓથેન્ટિસિટી સામે મોટા પ્રશ્નો ઊભા થયા છે. કેલિફોર્નિયાના એક કિસ્સામાં જાણીતી એપ્લિકેશન ઉપર જે તે સમયે એક લાખથી વધારે કોમેન્ટસ ટૂંકા સમયમાં ઠલવાઈ હતી. એપ્સમાં કાઢી લેવા જેવું કંઈ ન હતું માત્ર એક ગેમ્સની એપ્લિકેશન હતી જેના પર યુવાનોએ મન ફાવે એવી કોમેન્ટ કરી હતી. આ વસ્તુ કંપનીના ધ્યાને આવતા એ સમયે તો કશું થઈ શકે એમ ન હતું. પરંતુ જે રીતે રખડતા ઢોરનો ત્રાસ રસ્તા પર છે એવું જ ત્રાસ ફેક એકાઉન્ટ ધરાવતા યુઝર્સનો આવી એપ્લિકેશનને ખોટી રીતે પ્રમોટ કરવામાં છે.
આ પછી સૌથી પોપ્યુલર એપ્લિકેશનનો રિવ્યૂ લજ્ઞજ્ઞલહય એ પોતે તૈયાર કર્યો જેનો રિપોર્ટ ક્યાંય સાર્વજનિક ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. હવે એક પૉલિસી અનુસાર કંપનીએ જે તે કમેન્ટ ને ડાયરેક્ટ પબ્લિક કરતા પહેલા એને ૨૪ કલાક માટે રિવ્યૂ સ્કેનર હેઠળ મૂકી એ કોમેન્ટને એ યુઝર પૂર્તિ મર્યાદિત કરી દીધી. કંપનીએ ક્રોસ વેરિફિકેશન કરી એ પણ તપાસનો મુદ્દો ઉઠાવ્યો કે ખરેખર જે તે એપ્લિકેશન પ્રશંસાને પાત્ર છે કે નહીં એ હકીકત છે કે એપ્સની માર્કેટમાં યુઝર્સ કરતા ફાકા ફોજદારી કરનારા ફેક એકાઉન્ટ વધારે છે. કોઈપણ રિવ્યૂ કે રેફરન્સ એ હદ સુધી મહત્ત્વ ધરાવે છે કે લોક પ્રતિસાદ સામે તે ઘણી બધી રીતે અસર ઊભી કરી શકે છે. જેના થકી ક્યારેક કોઈ મિસગાઈડ પણ થઈ શકે. આ તો થઈ ફેક યુઝર સામે લેવાયેલી પૉલિસીની વાત. પણ હવે એક વાત એ પણ સામે આવી કે ગૂગલે ગોટે ચડાવ્યા.
તમિલનાડુના કૃષ્ણાગિરિ જિલ્લામાં વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તો જાણે નદી બની ગયો હોય એવું જોવા મળ્યું હતું. ખાસ કરીને હોસુર આગળ બાગેપલ્લી લેન્ડ બ્રિજ પર જ્યાં ૫ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયું છે. એક જ પરિવારના ૪ સભ્યો આ પાણીમાં કાર સાથે ફસાઈ ગયા હતા. જે ગૂગલ મેપ્સ જોઈને કાર ચલાવી રહ્યા હતા. જેમાં મેપમાં રસ્તો ખોટો દર્શાવાયો હતો. કર્ણાટકના સરજાપુરનો વતની રાજેશ પરિવાર સાથે હોસુર આવ્યા બાદ સોમવારે રાત્રે પોતાના વતન પરત ફર્યો હતો. પછી તેણે ગૂગલ મેપ જોયો અને કાર હંકારી હતી. ગૂગલ મેપમાં બાગેપલ્લીને બ્રિજ પરથી પસાર થવાનું બતાવ્યું. પરિણામે રાજેશે રસ્તાની હાલત જોઈને કોઈ નિર્ણય લે એ પહેલા જ કાર પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. એટલે ફેક એકાઉન્ટ જ ભૂલ કરે એવું નથી ક્યારેક ગૂગલ પણ ગોટે ચડાવી દે.
આઉટ ઓફ ધ બોક્સ
ખોટી વાહ વાહ કરતા સ્પષ્ટ શબ્દોમાં ના પાડવી સારી, કારણ કે ખોટું પ્રમોશન ક્યારેક પતન તરફ દોરી જાય.

Google search engine