Homeવેપાર વાણિજ્યએશિયામાં તેજી: રોકાણકારોની નજર ફેડરલ પર

એશિયામાં તેજી: રોકાણકારોની નજર ફેડરલ પર

ટોક્યો: એશિયન શેરબજારોમાં મંગળવારે મોટે ભાગે ુસસ્ત હવામાન છતાં ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. બજારના સાધનો અનુસાર રોકાણકારોએ ઘણા આર્થિક ડેટાને પચાવીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો અને અમેરિકાની ફેડરલ રિઝર્વના આગામી પગલાંની રાહ જોઈ રહ્યા હતા. જાપાનનો બેન્ચમાર્ક નીક્કી ૨૨૫ ૦.૪ ટકા વધીને ૨૮,૩૩૬.૯૮ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી- એએસએક્સ ૨૦૦ ઇન્ડેક્સ ૦.૫ ટકા વધીને ૭,૩૬૬.૯૦ પોઇન્ટ સુધી આગળ વધ્યો હતોે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૦.૩ ટકા વધીને ૨,૪૭૧.૦૨ પોઇન્ટ બોલાયો હતો અને હોંગકોંગનો હેંગસેંગ ૧.૨ ટકા વધીને ૨૦,૮૫૦.૧૮ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે, શાંઘાઈ કમ્પોઝિટ ૦.૨ ટકા વધીને ૩,૩૨૭.૩૫ પોઇન્ટની સપાટી પર પહોંચી ગયો.
રિઝર્વ બેંન્કે ઑફ ઑસ્ટ્રેલિયાએ તેનો મુખ્ય દર, કેશ રેટનો લક્ષ્યાંક, ૦.૨૫ ટકા વધારીને ૩.૬ ટકા કરવાનો નિર્ણય જોહર કર્યો છે. આ મધ્યસ્થ બેન્કે જણાવ્યું છે કે વૈશ્ર્વિક ફુગાવો ઊંચો હોવા છતાં ઓસ્ટ્રેલિયામાં ફુગાવો ઘટવા લાગ્યો છે. જોકે, વ્યાજદરમાં વધારો અપેક્ષિત હતો. બજારના અભ્યાસુ એન્ડરસન આલ્વેસે જણાવ્યું હતું કે, મંગળવારે એશિયન ઇક્વિટી બજારો ફ્લેટ રહ્યાં હતાં કારણ કે બજારના ખેલાડીઓએે આર્થિક ડેટાની અસરનું વિશ્ર્લેષણ કર્યું હતું અને આગામી દિવસોમાં ઇક્વિટી બજારોને અસર કરી શકે તેવી ચાવીરૂપ ઘટનાઓની રાહ જોઈ હતી. વોલ સ્ટ્રીટ પર શેરબજારો મિશ્ર વલણ સાથે બંધ રહ્યાં હતાં. એસએન્ડપી ૫૦૦ છેલ્લા ચારમાંના તેના પ્રથમ સકારાત્મક સપ્તાહમાં પ્રવેશ્યા પછી ૦.૧ ટકા વધીને ૪,૦૪૮.૪૨ પર પહોંચી ગયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૦.૧ ટકા વધીને ૩૩,૪૩૧.૪૪ પર અને નાસ્ડેક કમ્પોઝિટ ૦.૧ ટકા ઘટીને ૧૧,૬૭૫.૭૪ પર પહોંચી ગયો હતો.
ભારતમાં હોળી નિમિત્તે મંગળવારે બીએસઇ અને એનએસઇ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ સોમવારે શુક્રવારના ૫૯,૮૦૮.૯૭ના બંધથી ૪૧૫.૪૯ પોઈન્ટ્સ વધ્યો હતો. સેન્સેક્સ ૬૦,૦૦૭.૦૪ ખૂલી, ઉપરમાં ૬૦,૪૯૮.૪૮ સુધી, નીચામાં ૬૦,૦૦૫.૬૫ સુધી જઈ અંતે ૬૦,૨૨૪.૪૬ પર બંધ રહ્યો હતો. કેપિટલ ગુડ્સ, મેટલ અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. સેન્સેક્સની ૨૪ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૨૬૫.૪૫ લાખ કરોડ રહ્યું હતું. જે શુક્રવારે રૂ. ૨૬૩.૪૨ લાખ કરોડના સ્તરે હતું. આમ માર્કેટ કેપમાં રૂ. ૨.૦૩ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
ભારતની અધ્યક્ષતા હેઠળ હૈદરાબાદમાં શરૂ થયેલી જી-૨૦ની ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઇનાન્શિયલ ઇનકલ્ુઝનની બીજી બેઠકમાં ડીજીટલ પેમેન્ટ સિસ્ટમ વિશે ચર્ચા થઇ હતી. દરમિયાન સરકારે શિક્ષણ નીતિ અને પદ્ધતિમાં સમયને અનુરૂપ કરેલા ફેરફારનો આવકારતા હાયર એજ્યુકેશન ઇન્સ્ટિીટ્યુટ એમઆઇટી ડબલ્યુપીયુએ ઉદ્યોગો સાથે સંબંદ્ધ એવા અનેક આધાુનિક શિક્ષણ પ્રોગ્રામ અંતર્ગત ૧૫૦થી વધુ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડીપ્લોમા તથા પીએચડી પ્રોગ્રામ શરૂ કર્યા છે. વિવિધ રાજ્ય સરકારો પણ ઇન્વેસ્ટમેન્ટ આમંત્રવા માટે રોડ શો કરી રહ્યાં છે. અન્ય રાજ્યો અને વિદેશી મંત્રાલયો બાદ આસામ પર્યટન વિભાગે પણ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કર્યું હતું અને ખાસ કરીને ચલચિત્રો બનાવનારાઓને ત્યાં વિશેષ સવલતો આપવાની જાહેરાત કરી હતી. સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૨.૭૯ ટકા, એનટીપીસી ૨.૪૯ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૨૫ ટકા, બજાજ ફિનસર્વ ૧.૯૩ ટકા અને ઈન્ફોસિસ ૧.૮૮ ટકા વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૧.૨૨ ટકા, લાર્સન એન્ડ ટૂબ્રો ૦.૫૦ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૪૬ ટકા, સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ ૦.૧૩ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૦ ટકા ઘટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular