Homeઆપણું ગુજરાતસાવધાનઃ સિંહદર્શનના નામે તમને કોઈ ઓનલાઈન ધૂતી તો નથી રહ્યું ને?

સાવધાનઃ સિંહદર્શનના નામે તમને કોઈ ઓનલાઈન ધૂતી તો નથી રહ્યું ને?

સાસણ ગીરમાં સિંહ જોવાનો લ્હાવો લેવા હજારો પ્રવાસીઓ અહીં આવે છે. ગુજરાત પર્યટન વિભાગે આ માટે સારી વ્યવસ્થા પણ કરી છે, પરંતુ ઓનલાઈન ફ્રોડ કરનારાઓએ સિંહદર્શનને પણ છોડ્યું નથી અને ખોટી વેબસાઈટના નામે લોકોને છેતરી રહ્યા છે. આવી ફરિયાદો આવતા સ્થાનિક તંત્ર સતર્ક થયું છે અને તેમણે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર બુકિંગ કરાવવાની જનતાને અપીલ કરી છે.
સાસણ ઉપરાંત દેવળીયા, આંબરડી અને ગીરનાર નેચરની પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કેટલીક વેબસાઈટ દ્વારા સિંહ દર્શનના નામે બુકિંગ કરાતું હોવાનું અને કેટલાક પ્રવાસીઓ ફ્રોડ વેબસાઈટનો ભોગ બન્યાનું સામે આવતા વનવિભાગે પ્રવાસીઓને એલર્ટ કર્યા છે. વનવિભાગે ઓફિશિયલ વેબસાઈટ પરથી જ સિંહ દર્શનનું ઓનલાઈન બુકિંગ કરાવવા અપીલ કરી છે.
જૂનાગઢ વનવિભાગે જણાવ્યું છે કે ગીર જંગલ સફારી, દેવળીયા જીપ્સી સફારી, દેવળીયા બસ સફારી, આંબરડી અને ગીરનાર નેચરના બુકિંગ માટે HTTPS://girlion.gujarat.gov.in એક જ ઓફિશિયલ વેબસાઈટ છે. આ સિવાય કોઈ વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ થતું નથી. અન્ય વેબસાઈટ ફ્રોડ પણ હોઈ શકે છે જેથી પ્રવાસીઓએ બુકિંગ કરાવતા પહેલા ખરાઈ કરવી જરુરી છે.
સાસણની ઓફિશિયલ વેબસાઈટ જેવી જ વેબસાઈટ પર બુકિંગ કરાવી કેટલાક પ્રવાસીઓ સિંહ દર્શન માટે પહોંચી ગયા હતા. જો કે, જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેઓને ખબર પડી હતી કે તેઓનું બુકિંગ થયું જ નથી.

જેથી વનવિભાગ દ્વારા જે તે પ્રવાસીઓને સાયબર ક્રાઈમનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ વેબસાઈ પર બુકિંગ કરાવ્યા બાદ ગીર સફારી, દેવડીયા પાર્ક, ગીર નેચર સફારી વગેરે અલગ અલગ વિકલ્પો મળે છે અને તેમાં બુકિંગ કરાવી શકાય. એક ટ્રીપના આશરે રૂ. 1000 જેટલો ભાવ હોવાથી જો તમે ખોટી વેબસાઈટ પર બુકિંગ કરાવ્યું હોય તો પૈસાનું નુકસાન થાય છે.

આ સાથે આ બધી સાઈટ બારેમાસ પ્રવાસીઓથી ભરેલી હોય છે, આથી તે સમયે તમને પ્રવાસ માણવાનો મોકો ન પણ મળે અને તમને ફોકટનો ફેરો થયાનો અનુભવ પણ થઈ શકે.
સિંહ દર્શનની ઓનલાઈન પરમીટ માટે વનવિભાગની એક જ ઓફિશિયલ વેબસાઈટ છે. તો પછી જે ખોટી રીતે પરમીટ બુકિંગ કરે છે તેવી વેબસાઈટને ખુલ્લી પાડવા માટે વનવિભાગ જ શા માટે આગળ આવતું નથી, તેવો સવાલ પણ પ્રવાસીઓ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular