નારાયણ રાણેની મુશ્કેલીઓ વધી!  બોમ્બે હાઈકોર્ટે રાણેના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો આપ્યો આદેશ 

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના જુહુમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે દ્વારા તેમના બંગલો પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને બે અઠવાડિયામાં તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રાણેને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ અગાઉ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના જુહુ સ્થિત નિવાસસ્થાને કથિત ગેરકાયદે બાંધકામ અને બંગલામાં ફેરફારને લઈને નોટિસ મોકલી હતી .

આ વર્ષે માર્ચમાં, જ્યારે અગાઉની મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકાર સત્તામાં હતી, ત્યારે BMCએ રાણે અને તેમના પરિવારની માલિકીની કંપની કાલકા રિયલ એસ્ટેટ પ્રા. લિ. (KREPL)ને નોટિસ પાઠવી હતી કે તે 15 દિવસની અંદર તેની જગ્યામાં લગભગ 300 ટકા કથિત ગેરકાયદેસર કામોને દૂર કરે અન્યથા બીએમસી દ્વારા આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે અને તોડી પાડવાનો ચાર્જ પણ રાણે પાસેથી વસુલ કરવામાં આવશે.

KREPL એ નોટિસને પડકારી હતી અને એમવીએ સરકારના પતન બાદ પોતાની મિલકત નિયમિત કરવા માટે નવી અરજી દાખલ કરી હતી, જેને હાઇ કોર્ટે નકારી કાઢતા નોંધ્યું હતું કે આવી અરજીને મંજૂરી આપવી એ અનધિકૃત બાંધકામને “પ્રોત્સાહન” આપવા જેવું ગણાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.