ICICI બેંક લોન કોભાંડમાં ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરતા કોર્ટે જામીનનો હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું કે ‘ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી નથી’.
કોચર દંપતીના જામીન મંજુર કરતા આદેશમાં બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ‘કોચર દંપતીની ધરપકડ CrPCની કલમ 41Aના અનુસાર થઇ નથી’. ત્યારે હવે સીબીઆઈ આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.
નોંધનીય છે વર્ષ 2012માં વિડિયોકોન જૂથને ICICI બેંક દ્વારા લોન અપાવી છેતરપિંડી કરવાના મામલામાં સીબીઆઈએ 24 ડિસેમ્બરે બંનેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ચંદા કોચર અને દીપક કોચર પર આરોપ લગાવતા સીબીઆઈએ કહ્યું હતું કે બંને પ્રશ્નોના યોગ્ય જવાબ નથી આપી રહ્યા અને સાથે જ તપાસમાં સહકાર પણ નથી આપી રહ્યા. જે બાદ બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
કોચર દંપતીના વકીલે જણાવ્યું કે ધરપકડ ગેરકાયદેસર હોવાના આધારે કોર્ટે જામીન આપ્યા હતા. કલમ 41A હેઠળ જારી કરાયેલી નોટિસના પાલનમાં ચંદા અને દીપક સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા. આ હેઠળ, જો કોઈ આરોપી પૂછપરછ મારે હાજર થાય તો તેની ધરપકડ કરી શકાતી નથી. જો આરોપી પુરાવા સાથે છેડછાડ કરી રહ્યો હોવાનું જણાય તો જ ધરપકડ થઇ શકે.
ચંદા કોચર અને દીપક કોચરને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા, કહ્યું- ‘ધરપકડ કાયદા મુજબ નથી’
RELATED ARTICLES