Homeઆમચી મુંબઈસંજય રાઉત પરથી સંકટ હજી ટળ્યું નથી: ઇડીની અરજી પર પચીસમીએ સુનાવણી

સંજય રાઉત પરથી સંકટ હજી ટળ્યું નથી: ઇડીની અરજી પર પચીસમીએ સુનાવણી

મુંબઈ: પતરા ચાલના રિડેવલપમેન્ટ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં વિશેષ પીએમએલએ કોર્ટે શિવસેનાના સાંસદ સંજય રાઉતને આપેલા જામીન રદ કરવા ઇડીએ સુધારિત અરજી મુંબઈ હાઇ કોર્ટમાં કરી છે, જેના પર સુનાવણી પચીસમીએ થવાની છે.
વિશેષ કોર્ટે જામીન મંજૂર કરતાં ૧૦૦ દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા સંજય રાઉત પરથી સંકટ હજી ટળ્યું નથી. રાઉતના જામીનનો વિરોધ કરીને ઇડીએ જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠ સમક્ષ અરજી કરી હતી, જેમાં અમુક ખામીઓ રહી ગઇ હતી. આથી ઇડીએ હવે સુધારિત અરજી કરવામાં આવી છે.
વિશેષ કોર્ટે ગયા સપ્તાહે રાઉતના જામીન મંજૂર કર્યા હતા. એ સમયે ઇડીએ જામીનનો વિરોધ કર્યો હતો. જોકે કોર્ટ રાઉતની ધરપકડ ગેરકાયદે ગણાવીને જામીન મંજૂર કર્યા હતા. એ સમયે ઇડીની અરજીમાં અમુક ખામી રહી ગઇ હોવાથી ઇડીએ હાઇ કોર્ટમાં કરેલી સુધારિત અરજી પર પચીસમીએ સુનાવણી થશે.

RELATED ARTICLES

Most Popular