બોમ્બે હાઈ કોર્ટે દૃષ્ટિહીન લોકો માટે કરન્સી યુઝર્સ ફ્રેન્ડલી બનાવવાની રીતો પર નિષ્ણતો પાસેથી સૂચનો માગ્યાં

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે સોમવારે નિષ્ણાતો પાસેથી ભારતીય ચલણી નોટો અને સિક્કાઓને દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે વધુ સુગમ બની રહે તેવા માધ્યમો
અને પદ્ધતિઓ વિશે સૂચનો માગ્યાં હતાં.

જસ્ટિસ પ્રસન્ના વરાલે અને શર્મિલા દેશમુખની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે જ્યારે કોર્ટ આદેશો પસાર કરતી રહે છે, ત્યારે કેટલીક વાર તે પણ અંધારામાં
હોઇ શકે છે, તેથી નિષ્ણાતોનાં સૂચનો ઉકેલ લાવવા માટે જરૂરી બની રહેશે.

કોર્ટ નેશનલ એસોસિયેશન ઓફ બ્લાઈન્ડ (એનએબી) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો
કે નવી ચલણી નોટો અને સિક્કાઓ દૃષ્ટિહીન લોકોને ઓળખવામાં અને અલગ પાડવામાં મુશ્કેલી ઊભી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ અગાઉ કોર્ટને કહ્યું હતું કે તેણે ચલણી નોટોમાં અનેક સ્પર્શેન્દ્રિય લક્ષણોનો સમાવેશ કર્યો છે, જેથી દૃષ્ટિહીન
લોકો તેને સરળતાથી ઓળખી શકે. ત્યાર બાદ કોર્ટે અરજદારના વકીલ ઉદય વારુંજીકરને નિષ્ણાતોનાં સૂચનો લેવા માટે કહ્યું હતું.

બેન્ચે જણાવ્યું હતું કે સિક્કાઓ અને નોટોને ડિઝાઈન કરવા માટે કયાં પગલાં અને પદ્ધતિ રજૂ કરી શકાય તે અંગે કેટલાક નિષ્ણાતોનાં સૂચનો લો, જેથી
કરીને એ ચલણી નોટો અને સિક્કાઓ સંપૂર્ણ અથવા આંશિક દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે સુગમતા રહે.
(પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.