ફોન કરી ધમકી અપાવની પ્રક્રિયા મુંબઈમાં હજી ચાલુ છે. રવિવારે બાંદ્રા – કુર્લા કોમ્પલેક્સમાં આવેલ ગૂગલ ઇન્ડિયાની ઑફિસમાં એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી ગૂગલની પુણેની ઑફિસમાં બૉમ્બ મૂક્યો હોવાની માહિતી આપી હતી. જેને પગલે પોલીસે ગૂગલની પુણેની ઑફિસમાં તપાસ કરતા કંઈ મળ્યું નહતું. ગૂગલ ની ફરિયાદ બાદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરતાં આ ફોન કૉલ હૈદરાબાદથી આવ્યો હોવાનુ જાણવા મળ્યું હતું. જેની સઘન તપાસ બાદ બિકેસી પોલીસે હૈદરાબાદથી પણયમ બાબુ શિવાનંદ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ખુલાસો થયો હતો કે તેણે દારૂ ના નશામાં આ કૉલ કર્યો હતો. તેનો ભાઈ પુણેની ગૂગલ ની ઑફિસમાં કામ કરે છે પોતના ભાઈને પાઠ ભણવા માટે તેને આવો કૉલ કર્યો હોવાનુ પોલીસને જણાવ્યું હતું.
ગૂગલની ઓફિસમાં બોમ્બ પ્રકરણ: ખોદા પહાડ નીકલા ચૂહા
RELATED ARTICLES