Homeટોપ ન્યૂઝપશ્ચિમ બંગાળના મિદનાપુરમાં TMC નેતાના ઘરે બોમ્બ બ્લાસ્ટ, બેના મોત

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં TMC નેતાના ઘરે બોમ્બ બ્લાસ્ટ, બેના મોત

પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં TMC નેતા રાજકુમારના ઘરમાં બોમ્બ વિસ્ફોટ થતા દોડધામ મચી ગઈ છે. ગઈ કાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ટીએમસીના બે કાર્યકરોના મોત નીપજ્યા છે અને કેટલાક મજૂરો ઘાયલ થયા છે. ભૂપતિનગરમાં ટીએમસી નેતા અભિષેક બેનર્જીની સભા પહેલા બ્લાસ્ટ થયો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ માટે દેશી બનાવટનો બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે. મિદનાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. વિસ્ફોટ બાદ ઘરની તસવીરો પણ સામે આવી છે. તસવીરો પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે બ્લાસ્ટ કેટલો ખતરનાક હતો. આજુબાજુના વિસ્તારમાં રાત્રે અચાનક જોરદાર અવાજ સંભળાયો હતો.
બીજી તરફ આ મામલે રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. ભાજપે TMC પર ગંભીર આરોપ લગાવ્યો છે કે TMC નેતા રાજકુમારના ઘરે દેશી બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા જેમાં કોઈ કારણોસર આ વિસ્ફોટ થયો છે. ભાજપનું કહેવું છે કે આગામી મહિનામાં પંચાયતની ચૂંટણી છે અને ટીએમસી આ દરમિયાન તોફાનો કરવાની તૈયારી કરી રહી છે. ભાજપે આ મામલાની તપાસ NIAને સોંપવાની પણ માંગ કરી છે.

“>

આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટીએમસીના બૂથ અધ્યક્ષ રાજકુમાર અને વિશ્વજીત ગાયનના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલમાં પોલીસ અને ટીએમસીના નેતાઓ તરફથી આ મામલે કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
થોડા સમય પહેલા પણ ઉત્તર 24 પરગનામાં ટીએમસીના નેતા સુકુર અલી હથિયારો સાથે ઝડપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular