ટેક જાયન્ટ ગૂગલની મુંબઈ ઓફિસને સોમવારે ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગૂગલની પૂણેની ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, એવી પોલીસે માહિતી આપી છે. આ અંગે હૈદરાબાદમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ફોન કરનારની ઓળખ હૈદરાબાદના પનાયમ શિવાનંદ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે શિવાનંદની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
પુણેની બ્રાન્ચમાં બોમ્બઃ ગૂગલની મુંબઈ ઓફિસને ધમકીનો ફોન આવ્યો
RELATED ARTICLES