બોલીવૂડની મોટાભાગની અભિનેત્રીઓ પોતાના હુસ્નથી ફેન્સના દિલો પર રાજ કરે છે અને તેઓ અવારનવાર સેલ્ફી, ફોટોશૂટ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઈન્ટરનેટનો પારો અને અને ફેન્સના દિલોની ધડકન વધારતી જ હોય છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું એવી હસીનાઓ વિશે કે જેઓ તેમની બાથરૂમ સેલ્ફી પોસ્ટ કરી ચૂકી છે અને આ સેલ્ફી જોઈને નેટિઝન્સની દિલની ધડકનો વધી ગઈ હતી.
દિશા પટણી
સૌથી પહેલાં વાત કરીએ દિશા પટણીની… ટાઈગર શ્રોફ સાથેની રિલેશનશિપને કારણે અવારનવાર તે ચર્ચામાં આવતી જ હોય છે. દિશાએ તેની બાથરૂમ સેલ્ફી પોસ્ટ કરી હતી અનવે આ સેલ્ફીમાં દિશાએ બ્લેક કલરની બિકિની પહેરી હતી. દિશાએ લીધેલી આ મિરર સેલ્ફીમાં કાતિલાના અદાઓથી ઈન્ટરનેટનો પારો ચઢાવી દીધો હતો.
ઈશા ગુપ્તા
બીજા નંબરે આવે છે ઈશા ગુપ્તા. ઈશા ગુપ્તા તેના કામ કરતાં તેની બોલ્ડ અને હોટનેસ માટે સૌથી વધુ ચર્ચામાં રહે છે. દિશાની જેમ જ ઈશા પણ બાથરૂમમાં મિરર સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂકી છે અને ફેન્સને તેની આ સેલ્ફી ખૂબ જ પસંદ પણ આવી હતી.
આલિયા ભટ્ટ
આલુ કે આલિયા ભટ્ટ એ બોલીવૂડની ક્યુટ એક્ટ્રેસમાંથી એક છે. તે અવારનવાર તેની ક્યુટનેસથી ફેન્સના દિલ જિતી લેતી હોય છે એવી આપણી આ ક્યૂટ આલુબેબીએ બાથરૂમ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેયર કરી ચૂકી છે. જેમાં તેણે પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે અને કહેવાની જરૂર ખરી કે દર વખતની જેમ આલિયા આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી હતી?
ઈલિયાના ડિક્રુઝ
ઈલિયાના ડિક્રુઝ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે ક્યારેય વિવાદોમાં ફસાતું નથી. પોતાના કામથી કામ રાખનારી ઈલિયાનાએ પણ બિકીનીમાં પોતાની બાથરૂમ મિરર સેલ્ફી શેયર કરીને ચાહકોને ઘાયલ કરી દીધા હતા.
કેટરિના કૈફ
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કેટરિના કૈફની વાત કર્યા વગર આ બાથરૂમ સેલ્ફીની વાત કઈ રીતે પૂરી થઈ શકે? હંમેશા પોતાની અદા અને હુસ્નથી ચાહકોના દિલ પર રાજ કરનારી કેટબેબીએ પણ બાથરૂમ સેલ્ફી શેયર કરી હતી. આ સેલ્ફીમાં તેણે વ્હાઈટ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા અને પુસ્તક વાંચતી દેખાઈ રહી છે.