કોઇ પણ ઇવેન્ટ હોય, બોલિવૂડ કલાકારો તેમના બેસ્ટ પરિધાનમાં સસ્મિત વદને ઉપસ્થિત રહી, ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દેતા હોય છે. શનિવારે રાતે મુંબઇમાં આવી જ એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના એ લિસ્ટર્સ સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા. સોનમ કપૂર, શિલ્પા શેટ્ટી, કરણ જોહર, ટાઇગર શ્રોફ જેવી અનેક બોલિવૂડની જાણીતી હસ્તીઓ આ ઇવેન્ટમાં જોવા મળી હતી.
નવી નવી મમ્મી બનેલી સોનમ કપૂરે તેના ડેશિંગ લૂકથી લોકોને મોહિત કર્યા હતા.

સફેદ સાડીમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો ગોર્જિયસ લુક કોઇ અપ્સરાથી કમ નહોતો

દિશા પટ્ટણીથી અલગ થયા બાદ ટાઇગર શ્રોફ તેના સૂટબૂટ અવતારમાં રોયલ લાગતો હતો.

60 પ્લસ હોવા છતા આજે પણ એકદમ ફીટ છે અનિલ કપૂર

એક્તા કપૂર પોતાના મોહક સ્માઇલથી બધાના દિલ પર છવાઇ ગઇ હતી.

ઇવેન્ટમાં અનિતા હસનંદાનીએ પણ હાજરી પુરાવી હતી.

સોફી ચૌધરી વાઇટ આઉટફિટમાં બીગ સ્માઇલ સાથે જોવા મળી હતી.

કરણ જોહરે બ્લેક ચમકીલો સૂટ પહેર્યો હતો

બોલિવૂડની ફેમસ મિત્ર અને પત્ની મહીપ કપૂર અને સીમા સજદેહ અદભૂત લાગતા હતા.

અનેક જાણીતી હસ્તીઓ આ ઇવેન્ટમાં સામેલ થઇ હતી
