#boycott ટ્રેન્ડ પર સ્વરા ભાસ્કરે આપ્યું રિએક્શન! કહ્યું, સુશાંતના મોત બાદ…

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેના બિન્ધાસ્ત નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. તે કમલ પાંડે દિગ્દર્શિત ‘જહાં ચાર યાર’ ફિલ્મથી બોલીવૂડમાં કમબેક કરી રહી છે. નોંધનીય છે કે હાલમાં સોશિયલ મીડિયા પર બોલીવૂડની ફિલ્મોને બાયકોટ કરવામાં આવી રહી છે ત્યારે સ્વરા ભાસ્કરને પૂછવામાં આવ્યું હતું કે બોલીવૂડ ફિલ્મોના બાયકોટ ટ્રેન્ડથી તે કેવી રીતે ડીલ કરે છે? ત્યારે તેના જવાબમાં સ્વરાએ જણાવ્યું હતું કે, હાલમાં બોલીવૂડથી નફરત કરવી એ લોકોની આદત બની ગઈ છે. સુશાંત સિંહ રાજપુતના અચાનક મોત બાદ બધા લોકો બોલીવૂડનો વિરોધ કરી રહ્યા છે. બોલીવૂડમાં ફક્ત ડ્રગ્સ, દારૂ અને સેક્સનું રાજ છે એવું દેખાડવામાં આવી રહ્યું છે. જો અહીં આવું જ થાય છે તો પછી ફિલ્મો કોણ બનાવે છે. બોલીવૂડને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે, કારણ કે કેટલાક લોકો બોલીવૂડને પસંદ નથી કરતાં.

સ્વરાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ નિષ્ફળતાને સેલિબ્રેટ કરવું એ ખોટી વાત છે. મને આ રીતે હિંદી અને સાઉથ ફિલ્મના ભાગલા પસંદ નથી. મને લાગે છે એક કલાકારના રૂપમાં, એક ઈન્ડસ્ટ્રીના રૂપમાં જો ફિલ્મો બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કરે છે તો એ સારી વાત છે. આપણે એ સમજવું જોઈએ કે હવે આપણે કોરોનાકાળમાંથી બહાર આવી ગયા છીએ. કોરોનાની સૌથી વધુ માર ડિસ્ટ્રિબ્યૂટર્સ અને થિયેટરના માલિકોને પડી છે. ફિલ્મોની વાત કરીએ છીએ તો આપણે ભૂલી જઈએ છીએ કે એ ફિલ્મ સાથે ફક્ત એક્ટર નહીં, પરંતુ સેંકડો પરિવારો જોડાયેલા હોય છે. જો તમે એક અભિનેતાને પસંદ નથી કરતાં તો નેપોટિઝમ વિશે વાત કરે છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઘણા પરિવારોને રોજગાર આપે છે એ વાત સમજવી પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.