Homeઆપણું ગુજરાતબી-ટાઉને આપી હીરાબાને શ્રદ્ધાંજલિ

બી-ટાઉને આપી હીરાબાને શ્રદ્ધાંજલિ

મુંબઈઃ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતુશ્રીના નિધનને પગલે દુનિયાભરથી જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. બી-ટાઉનની અનેક સેલિબ્રિટીઓએ પણ ટ્વીટર પર પોસ્ટ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
બી-ટાઉનમાંથી વિવાદોની ક્વીન કંગના રનોટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શોક વ્યક્ત કરતાં મોદીજી અને હીરાબાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે કપરા સમયમાં ભગવાન મોદીજીને સંયમ અને શાંતિ પ્રદાન કરે.
જ્યારે દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે હીરાબાના નિધન પર પ્રતિક્રિયા આપતા પોસ્ટ કર્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, માતા હીરાબાના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તમારા જીવનમાં એમની જગ્યા કોઈ જ નહીં લઈ શકે. પણ તમે ભારતમાતા પુત્ર છો. મારી માતા સહિત દેશની દરેક માતાનો આશિર્વાદ તમારી સાથે છે.

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના દિગ્દર્શક વિવેદ અગ્નિહોત્રીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ કર્યું હતું કે ભારતમાતાના સપૂતનાં માતુશ્રીનું કર્મયોગી જીવન અમને બધાને હંમેશા પ્રેરણા આપશે.

અભિનેત્રીએ સ્વરા ભાસ્કરે ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે મોદીજીને કપરાં સમયમાંથી બહારથી આવવાની તાકાત અર્પે. પ્રાર્થના… ઓમ શાંતિ…

મિસ્ટર ખિલાડી અક્ષય કુમારે ખરખરો કરતાં ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે માતાને ગુમાવવાથી મોટું બીજું કોઈ દુઃખ છે જ નહીં. ભગવાન તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

સાઉથના સુપર સ્ટાર કમલ હસને પણ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં પોસ્ટ કર્યું હતું કે વડા પ્રધાન મોદીજીની માતાના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું. હંમેશા માતા એ માતા જ હોય છે અને એને ગુમાવવાથી બીજું કોઈ જ મોટું દુઃખ આ દુનિયામાં નથી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular