લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ આ અભિનેત્રીઓ

ફિલ્મી ફંડા

બોલીવૂડના મોસ્ટ ફેવરિટ કપલ ગણાતા આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના 14મી એપ્રિલના રોજ લગ્ન થયા હતા. હવે ખબર મળી છે કે આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ છે. આ ગુડ ન્યૂઝ મળતા જ અનેક સેલિબ્રિટીઝ અને તેમના ફેન્સ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. દરમિયાન આજે આપણે અહીં એવી અભિનેત્રીઓની વાત કરવાના છીએ જેઓ લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી.

શ્રીદેવી- એક રિપોર્ટ અનુસાર શ્રીદેવી પહેલી ભારતીય અભિનેત્રી હતી જે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી. અભિનેત્રી ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે રિલેશનશિપમાં હતી. વર્ષ 1996માં બંનેએ લગ્ન કરી લીધા હતા અને એ પછી કેટલાક મહિનામાં જ તેમની દીકરી જાન્હવી કપૂરનો જન્મ થયો હતો.

નેહા ધૂપિયા- અભિનેત્રીએ વર્ષ 2018માં અંગદ બેદી સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. એમના લગ્નની ખબર સાંભળીને તેમના ફેન્સ દંગ રહી ગયા હતા. એ પછી બે મહિના બાદ નેહાએ એ કહીને બધાને સરપ્રાઇઝ કરી દીધા હતા કે તે પ્રેગ્નેન્ટ છે. નેહાએ વર્ષ 2018ના નવેમ્બર મહિનામાં જ દીકરી મેહરને જન્મ આપ્યો હતો.

કોંકણા સેન શર્મા- કોંકણાએ વર્ષ 2007માં રણવીર શૌરી સાથે ડેટિંગ શરૂ કરી હતી. ત્રીજી સપ્ટેમ્બર 2010ના રોજ આ કપલે લગ્ન કર્યા હતા. આ લગ્ન થયા ત્યારે કોંકણા પ્રેગ્નેન્ટ હતી. લગ્નના છ મહિના બાદ કોંકણાએ દીકરા હારુનને જન્મ આપ્યો હતો. 2015માં પતિ-પત્નીના સંબંધોનાં તિરાડો આવી હતી. એ પછી 13મી ઓગસ્ટ 2020માં બંનેના ડાઇવોર્સ થઇ ગયા હતા.

નીના ગુપ્તા- દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે રિલેશનશિપમાં હતા. બંનેએ લગ્ન કર્યા નહોતા, પણ નીના વિવિયનની દીકરીની મા બની હતી. બંને જયારે અલગ થયા ત્યારે તે પ્રેગ્નેન્ટ હતી. નીનાએ મસાબા ગુપ્તાને જન્મ આપ્યો હતો. બાદમાં 15મી જુલાઇ 2008ના રોજ નીનાએ દિલ્હીના સીએ વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા.

સારિકા- સારિકા અને કમલ હાસન લિવ ઇન રિલેશનશિપમાં હતા. આ દરમિયાન 1986માં સારિકા પ્રેગ્નેન્ટ થઇ હતી અને એણે દીકરી શ્રુતિને જન્મ આપ્યો હતો. એ પછી બે વર્ષ બાદ 1988માં સારિકા અને કમલ હાસને લગ્ન કર્યા હતા. બંનેની વધુ એક દીકરી અક્ષરા હાસનનો 1991માં જન્મ થયો હતો. જોકે, 2004માં સારિકા અને કમલ છૂટા પડી ગયા હતા.

મહિમા ચૌધરી- પરદેસ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરનારી એભિનેત્રી મહિમા ચૌધરીએ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, પણ કહેવાય છે કે તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી. બોબી અને મહિમા લગ્ન પહેલાથી જ એક બીજાને ડેટ કરી રહ્યા હતા. મહિમાએ લગ્નના અમુક મહિનાઓ બાદ જ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, 2013માં મહિમા અને બોબીના ડાયવોર્સ થઇ ગયા હતા.

અમૃતા અરોડા- બોલીવૂડ એકટ્રેસ અને મલાઇકા અરોડાની બહેન અમૃતા અરોડાએ બિઝનેસમેન શકીલ લડક સાથે 2009માં લગ્ન કર્યા હતા. બંને લગ્ન પહેલા જ રિલેશનશિપમાં હતા. લગ્નના કેટલાક મહિના બાદ જ અમૃતાએ દીકરા અઝાનને જન્મ આપ્યો હતો.

આ સિવાય સેલિના જેટલી, નેહા ધૂપિયા, કલ્કિ કોચલિન પણ લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થનારી એભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.