પંજાબની કટરિના ગણાતી બિગ બોસ ફેમ અભિનેત્રી અને ગાયિકા શહનાઝ ગિલનો ગ્લેમરસ અવતાર હાલમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આ તસવીરોમાં શહનાઝ ગિલનો હોટ લુક જોવા મળી રહ્યો છે. શહનાઝ ગિલે પોતે આ તસવીરો શેર કરી છે.
ખાસ વાત એ છે કે શહનાઝ ગિલનું આ ફોટોશૂટ બોલિવૂડના ફેમસ ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ કર્યું છે. એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કેટલાકે તેની ડ્રેસિંગ સેન્સ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તો કેટલાક લોકો એવા હતા જેઓ શહનાઝ ગિલના ટ્રાન્સફોર્મેશન અને સ્ટાઇલના વખાણ કરતાં થાક્યા નહોતા.
શહેનાઝ ગીલે હોટ પેન્ટ અને બ્રેલેટ ટોપ પહેર્યું છે. આ તસવીરોમાં તે આકર્ષક પોઝ આપતી જોવા મળી રહી છે. તેનો લૂક અદભૂત છે સાથે જ તેનો પોઝ પણ અદ્ભુત છે. શહનાઝ ગિલે જણાવ્યું કે તેની તસવીરો ડબ્બુ રત્નાની દ્વારા ક્લિક કરવામાં આવી હતી.
કેટલાક યુઝર્સે શહનાઝ ગિલને તેની સ્ટાઈલ માટે ટોણો પણ માર્યો હતો. એક યુઝરે લખ્યું કે- તમારો શોર્ટ જોઈને લાગે છે કે તમે મારા બાળપણની શોર્ટ્સ પહેરી છે. તો કેટલાક યુઝર્સ એવા છે જેમણે લખ્યું કે તેઓ જૂની શહનાઝને પસંદ કરે છે. શહનાઝના ઘણા ચાહકોએ તેના વખાણ કરીને અભિનેત્રીને હોટ પણ કહી હતી.
શહનાઝ ગિલ પંજાબની રહેવાસી છે. 27 જાન્યુઆરી 1994ના રોજ જન્મેલી શહનાઝ એક શીખ પરિવારમાંથી આવે છે. અભિનયની સાથે તે ગીતો પણ ગાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત શી દી કિતાબથી કરી હતી. આ પછી તે મઝે દી જટ્ટી, પિંડદાન દિયા કુડિયામાં જોવા મળી હતી. આ ગીતો સિવાય, તે પંજાબી ફિલ્મો સત શ્રી, અકાલ ઈંગ્લેન્ડ અને કાલા શાહ કાલામાં જોવા મળી હતી.
સલમાન ખાનના શો બિગ બોસ 13થી શહનાઝ ગીલને તેના કરિયરમાં ખ્યાતિ મળી હતી. તેણે શોમાં સિદ્ધાર્થ શુક્લા સાથે ખૂબ સારી મિત્રતા કેળવી હતી. સિદ્ધાર્થ આ સિઝનનો વિજેતા બન્યો હતો. સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી.