આકાશની રાની (ક્વીન ઓફ સ્કાયઝ) કહેવાતા જમ્બો જેટ બોઈંગ 747 વિમાનને અલવિદાની ઘડીઓ ગણાઈ રહી છે. તાજેતરમાં કાર્ગો પ્લેનની ડિલિવરી એટલસ એર કંપનીને કરવામાં આવી છે. અલબત્ત, તેની શરુઆત કર્યા પછી 53 વર્ષ પછી કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કર્યું છે. અને આ જમ્બો પ્લેન તેના કદ અને આકાર જ નહીં. તેની આલિશાન લકઝરિયસ સુવિધાઓને કારણે ચર્ચામાં હતું, પરંતુ ઈતિહાસમાં જમા થયા બાદ ક્યારેય જોવા મળશે નહીં, એવું કહેવાય છે. જમ્બો જેટ બોઈંગ વિમાન દુનિયાનું સૌથી વધારે ઓળખી શકાય એવું વિમાન છે, જે ભારતમાં ખૂબ જ લોકપ્રિય રહ્યું હતું. આ વિમાન મારફત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આફ્રિકાના નામિબિયામાંથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પહેલી વખતે ભારતમાં 1971માં લાવવામાં આવ્યું હતું ત્યારે એર ઈન્ડિયાએ સૌથી પહેલું 747 બોઈંગ વિમાન ખરીદ્યું હતું. અહીં એ જણાવવા્નું કે આ આલીશાન બોઈંગ વિમાને નવમી ફેબ્રુઆરી, 1969માં સૌથી પહેલી વાર ઉડાન ભરી હતી.
આ વિમાનના એક વેરિયન્ટ બોઈંગ વીસી-25 અમેરિકાના રાષ્ટ્રપતિના એરફોર્સ વન વિમાન બનાવે છે. આ વિમાનને ત્રણ લોકો સાથે મળીને ઉડાવે છે, જેમાં પહેલો કેપ્ટન, બીજો ફ્લાઈટ ઓફિસર અને ત્રીજો ફ્લાઈટ એન્જિનિયર. આ વિમાનને તમે ફ્લાઈંગ રેસ્ટોરા અને હોટેલ પણ કહી શકો છો. જો તમારે વધુ વિગતે જાણવું હોય તો એ વાત જાણી લો કે આ બોઈંગ વિમાનને જમ્બો જેટથી ઓળખવામાં આવે છે, જેમાં એકસાથે 500-600 જેટલા પ્રવાસી ટ્રાવેલ કરી શકે છે. જમ્બો જેટના ચાર એન્જિન હોય છે, જે સૌથી પહેલા 1969માં લાવવામાં આવ્યું હતું તથા તેની શોધ પણ વેપારી જરુરિયાતોને ધ્યાનમાં લઈને કરવામાં આવી હતી. અહીં એ વાત પણ જણાવી દઈએ કે 747 બોઈંગએ વિશ્વનું સૌથી મોટું પેસેન્જર પ્લેન હતું, જ્યાં સુધી એરબસ 1380 2000ના દાયકામાં આવ્યું હતું.