મુંબઈઃ પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવા માટે, પત્નીના સપના પૂરા કરવા માટે, ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અનેક વખત લોકો ચોરી કે ગુનાખોરીના રસ્તા પર ચાલી નીકળે છે, પણ મુંબઈના મીરારોડ નજીક એક એવી જ ઘટના જોવા મળી છે જેમાં બોડી બિલ્ડર બનવા માટે એક યુવકે ગુનાખોરીનો રસ્તો અપનાવીને ટૂ-વ્હીલર ચોરવાનું શરૂ કરી દીધું હતું.
કસરત કરીને શરીર કચવા માટે પૂરક આહાર અને દવા મળે એ માટે વિઘ્નેશ મિશ્રા (23)એ ટૂ-વ્હીલર ચોરી કરવા લાગ્યો અને તેની પાસેથી પોલીસને 4,20,000 રૂપિયાની કિંમતની 10 જેટલી ટૂ-વ્હીલર મળી આવી હતી. કાશિમીરા પોલીસ સ્ટેશનની હદમાંથી 21મી જાન્યુઆરીના એક ટૂ-વ્હીલર ચોરાયું હતું અને એની તપાસ કરતી વખતે પોલીસ આ વિધ્નેશ મિશ્રા સુધી પહોંચી હતી. પોલીસે વધુ તપાસ કરતાં તેની પાસેથી ચાર લાખ વીસ હજાર રૂપિયાની બીજી 10 જેટલી ટૂ-વ્હીલર મળી આવી હતી.
પોલીસે જ્યારે તેને ચોરી કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જે જવાબ આપ્યો એ જવાબ સાંભળીને તમે પણ ચકરાઈ જશો, કારણ કે પોલીસ પણ ચકરાઈ ગઈ હતી. વિઘ્નેશે જણાવ્યું હતું કે મને બોડી બિલ્ડિંગનો શોખ હતો. મારા પપ્પા શાકભાજી વેચે છે. બોડી બિલ્ડિંગ માટે પૂરક આહાર અને દવાઓ ખરીદી શકાય એ માટે ઘરમાંથી એટલા પૈસા મળતા નહોતા એટલે બાઈક ચોરવાનો રસ્તો અપનાવ્યો હતો.
પુણેમાં પણ આવી જ એક સ્ટોરી સામે આવી હતી એકાદ મહિના પહેલાં. જ્યાં પતિએ પત્ની માટે નવું ઘર ખરીદવા માટે 37 લાખ રૂપિયાના દાગિનાની ચોરી કરી હતી. મલાપ્પા હોસમાની (31)ની પુણે પોલીસે ધરપકડ કરી હતી.
બોડી બિલ્ડિંગ કે લિએ કુછ ભી કરેગા: મીરા રોડમાં યુવકે કર્યું કંઈક આવું….
RELATED ARTICLES