હૈતીમાં પરપ્રાંતિયોને લઇ જતી બોટ બહામાસના સમુદ્રમાં પલટી, 17ના મોત, 25નો થયો બચાવ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બહામાસમાં હૈતી માઇગ્રન્ટ્સને લઇ જતી બોટ ડૂબી જવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં 17 લોકોના મૃત્યુ થયા છે અને 25 લોકોને બચાવી લેવાયા છે.
આ દુર્ઘટના અંગે માહિતી આપતા બહામાસના સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. મિયામી જઇ રહેલી બોટમાં 60 લોકો સવાર હતા. બોટે સંતુલન ગુમાવતા તમામ પ્રવાસીઓ સમુદ્રમાં ખાબક્યા હતા. બોટ ન્યુ પ્રોવિડન્સથી લગભગ સાત માઇલ દૂર દરિયામાં ડૂબી ગઇ હતી. હજી પણ આશરે 18 લોકો ગુમ છે.
વડા પ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાં 15 મહિલાઓ, એક પુરુષ અને એક શિશુનો સમાવેશ થાય છે. માનવ દાણચોરીની શંકાસ્પદ કામગીરી અંગે ગુનાહિત તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે હૈતીમાં હત્યા, અપહરણ, ગેંગવોર જેવી સંખ્યામાં તીવ્ર વધારો થયો હોવાથી લોકો ભાગીને બીજા દેશમાં આશરો લઇ રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.