Homeઆમચી મુંબઈપ્રોપર્ટી કાર્ડ માટે પાલિકા લેશે પ્રોફેશનલની મદદ

પ્રોપર્ટી કાર્ડ માટે પાલિકા લેશે પ્રોફેશનલની મદદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પ્રોપર્ટી ટૅક્સ નહીં ચૂકવનાર વ્યક્તિની મિલકતોના પ્રોપર્ટી કાર્ડની માહિતી મેળવવા મુંબઈ મહાનગરપાલિકા કન્સલ્ટન્ટની મદદ લેવાની છે. પાલિકા પ્રોપર્ટી ટૅક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની જપ્ત કરેલી ૬૭ મિલકતની હરાજી કરવાની છે. પાલિકા દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૨,૮૭૫ મિલકતો જપ્ત કરવામાં આવી છે.


પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટૅક્સ ગણાય છે અને પાલિકાની ૨૪ ટકા આવક પ્રોપર્ટી ટૅક્સથી થાય છે. પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ છેલ્લાં અનેક વર્ષોથી જુદા જુદા વિવાદ અને કેસને કારણે લગભગ ૧૬,૦૦૦ કરોડના પ્રોપર્ટી ટૅક્સ વસૂલવાના બાકી છે. કોવિડ મહામારીને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાલિકાએ તેથી બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવા પર ધ્યાન આપ્યું છે, જે હેઠળ તેણે ડિફોલ્ટરો સામે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે. બુધવારે પાલિકાએ પ્રોપર્ટી ટૅક્સના સર્ચ રિપોર્ટની માહિતી મેળવવા માટે નિષ્ણાતોની એજેન્સી નિમવા માટે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. સર્ચ રિપોર્ટ રાજ્ય સરકારના રેવેન્યૂ રેકોર્ડનો ભાગ ગણાય છે.
સર્ચ રિપોર્ટથી મિલકતની માલિકી કોના નામ પર છે એ ચકાસી શકાય છે અને પાલિકાના રેકોર્ડ સાથે એ મેચ થાય છે કે નહીં તે પણ જાણી શકાય છે. જપ્ત કરવામાં આવેલી મિલકત અનેક વખતે વેચાઈ હશે. આ ઉપરાંત ૬૭ કમર્શિયલ મિલકતો હેઠળ અનેક એકમો હોઈ શકે છે, જેમાં વ્યક્તિગત પ્રોપર્ટી ટૅક્સ કાર્ડ અને તેનો પોતાનો વેચાણનો ઈતિહાસ પણ હોય છે. પાલિકા પાસે આ સર્ચ રિપોર્ટ હાથ ધરવા માટે પૂરતું માનવબળ નથી તેથી તેઓ નિષ્ણાત એજેન્સીની નિમણૂક કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular