Homeઆમચી મુંબઈએક કિલોમીટરના રસ્તા પાછળ પાલિકા કરશે રૂ. ૨૨ કરોડનો ખર્ચો

એક કિલોમીટરના રસ્તા પાછળ પાલિકા કરશે રૂ. ૨૨ કરોડનો ખર્ચો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈના જુદા જુદા વોર્ડમાં નાના-મોટા રસ્તાનું વોર્ડ સ્તરે સિમેન્ટ કૉંક્રીટાઈઝેશનના કામ હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં જ દક્ષિણ મુંબઈના ગ્રાંટ રોડમાં નારાયણ દાભોળકર રોડ અને જે. મહેતા માર્ગ પરના એક કિલોમીટરના રસ્તાને સિમેન્ટ કૉંક્રીટનો બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. એક કિલોમીટના રસ્તા પાછળ લગભગ ૨૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
મુંબઈમાં રસ્તાઓના સિમેન્ટ કૉંક્રીટન કરવાના લગભગ ૫,૮૦૦ કરોડ રૂપિયાના ટેન્ડરને યોગ્ય પ્રતિસાદ નહીં મળવાને કારણે ટેન્ડર રદ કરવામાં આવ્યા હોવાની જાહેરાત તાજેતરમાં મુંબઈ મહાનગરપાલિકાએ કરી હતી, જોકે પાલિકા દ્વારા વોર્ડ સ્તરે રસ્તાઓના કામ ચાલુ જ રાખવામાં આવ્યા છે, જેમા ગ્રાંટ રોડમાં નારાયણ દાભોળકર માર્ગ અને જે. મહેતા માર્ગ પર એક કિલોમીટરના રસ્તાને સિમેન્ટ-કૉંક્રીટનો બનાવવામાં આવવાનો છે.
રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનની સાથે જ રસ્તાની નીચેથી જનારી વિવિધ યુટિલિટીઝ માટે ડક પણ તૈયાર કરવામાં આવવાના છે. આ કામ માટે ૨૨,૨૯,૨૭,૯૨૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
મુંબઈના રસ્તાને ખાડામુક્ત કરવા માટે રસ્તાને ડામરના બનાવવાને બદલે સિમેન્ટ કૉંક્રીટના બનાવવાની યોજના છે. જે હેઠળ મુંબઈના તમામ રસ્તાઓ આગામી સમયમાં સિમેન્ટ કૉંક્રીટના બનાવવામાં આવવાના છે. ગ્રાન્ટ રોડમા જે. મેહતા માર્ગનો રસ્તો ૨૦૦ મીટરનો હોઈ, નારાયણ દાભોલકર માર્ગ ૮૬૦ મીટરનો છે, જે નેપિયન્સી રોડને જોડે છે. તેથી આ રસ્તો સિમેન્ટ કોંંક્રીટનો બનાવવામાં આવવાનો છે. તે માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં છે. આગામી છ મહિનામાં કામ પૂરું થવાનું અપેક્ષિત છે.

RELATED ARTICLES

Most Popular