Homeઆમચી મુંબઈBMCમાં કોમ્પ્યુટર ખરીદવાના પણ ટેન્ડર રદ!

BMCમાં કોમ્પ્યુટર ખરીદવાના પણ ટેન્ડર રદ!

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં તાજેતરમાં અનેક પ્રોજેક્ટનાં ટેન્ડર રદ કરવામાં આવ્યાં છે. હવે કમ્પ્યુટર ખરીદવાના ટેન્ડર રદ કરવામાં આવ્યાં છે. આ ટેન્ડર લગભગ ૨૫ કરોડ રૂપિયા હતા.
મળેલી માહિતી મુજબ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને સોંપવામાં આવેલા રિપોર્ટમાં ટેન્ડર રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. બહુ જલદી તેઓ તેના પર નિર્ણય લેશે એવું માનવામાં આવે છે. આ ટેન્ડરમાં સાત કરોડ રૂપિયાના કૌભાંડ હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.
પાલિકાની ઑફિસ માટે ૩૦૦૦ કમ્પ્યુટર ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. જેમાં એક કમ્પ્યુટર માટે ૮૯,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો છે આ પ્રોડક્ટ જીઈએમ પોર્ટલ પર ત્રણ વર્ષની વોરન્ટી અને સર્વિસ સેવા સાથે લગભગ ૫૮,૦૦૦ રૂપિયાથી ૬૫,૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે.
બહાર પાડેલાં ટેન્ડર મુજબ કમ્પ્યુટર ખરીદવાથી પાલિકાને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. ભાજપના આરોપ મુજબ આમાં લગભગ સાત કરોડ રૂપિયાનું કૌભાંડ છે. કમિશનરને લખવામાં આવેલા પત્રમાં દોષી વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરવામાં આવી છે. ત્યાર બાદ કમિશનરે જોઈન્ટ કમિશનર અજિત કુંભારને આ પ્રકરણની તપાસનો આદેશ આપ્યો હતો. અજિત કુંભારે પોતાના તપાસ રિપોર્ટમાં ટેન્ડરમાં અનિયમિતતા જણાઈ આવી હતી. તેમણે કમિશનરને સોંપેલા રિપોર્ટમાં ટેન્ડર રદ કરવાની ભલામણ કરી હતી. બહુ જલદી હવે કમ્પ્યુટર ખરીદી માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે એવું માનવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular