Homeઆમચી મુંબઈBMCએ ગોખલે બ્રિજને લઈને વેસ્ટર્ન રેલવેને આપી દીધી ચેતવણી, જાણો કારણ

BMCએ ગોખલે બ્રિજને લઈને વેસ્ટર્ન રેલવેને આપી દીધી ચેતવણી, જાણો કારણ

અંધેરી પૂર્વ-પશ્ચિમને જોડનારા ગોખલે બ્રિજનો અમુક હિસ્સો 2018માં તૂટી પડતાં બેના મોત થયા હતા. છેવટે આ પુલ સોમવારથી બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે BMCએ પણ હવે આ પુલને લઈને વેસ્ટર્ન રેલવેને ચેતવણી આપી દીધી છે. રેલવેની હદમાં આવતા ગોખલે પુલને તોડી પાડવાની જવાબદારી રેલવેની છે અને તેને તાત્કાલિક તોડી પાડો અન્યથા કોઈ દુર્ઘટના સર્જાઈ તો તે માટે ફ્કત ને ફક્ત રેલવે જવાબદાર હશે એવી ચોખ્ખા શબ્દોમાં ચેતવણી પાલિકાએ આપી છે.
નવેસરથી બાંધવામાં આવનારા ગોખલે પુલ પાછળ લગભગ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. આ પુલ સોમવારથી બંધ કરવામાં આવ્યા બાદ નવા પુલનું બાંધકામ ઝડપથી થાય એવી સ્થાનિક રહેવાસીઓ, બિનસામાજિક સંસ્થાઓ માગણી કરી રહ્યા છે ત્યારે પાલિકાના ચીફ બ્રિજ એન્જિનિયરે વેસ્ટર્ન રેલવેને પત્ર લખ્યો છે અને તેમના હિસ્સામાં એટલે કે રેલવેની ઉપર આવતા બ્રિજના હિસ્સાને પ્રાથમિકતાના ધોરણે તોડી પાડવા માટે કહ્યું છે, કારણે રેલવે પાટાઓને કારણે પાલિકાના કૉન્ટ્રેક્ટર માટે રેલવેના હિસ્સાનો બ્રિજનું બાંધકામ તોડી પાડવું મુશ્કેલ છે. પાલિકાએ પોતાના પત્રમાં એવું પણ લખ્યું છે કે નિયત સમયમાં રેલવેએ જો તેમની હદમાં આવતો બ્રિજ તોડી પાડ્યો નહીં અને જો કોઈ દુર્ઘટના સર્જાઈ કે કોઈઅનહોની થઈ તો તે માટે પાલિકા જવાબદાર રહેશે નહીં.

RELATED ARTICLES

Most Popular