ઘરે ગણપતિ લાવવાના છો? તો આટલી વાત ધ્યાનમાં રાખજો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ગણેશ વિસર્જન માટે ઍપ પર રજિસ્ટ્રેશન ફરજિયાત એક કલાકમાં ૧૦૦ ગણેશમૂર્તિને વિસર્જનની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બે વર્ષ બાદ ધૂમધામથી ગણેશોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે ગણેશમૂર્તિના વિસર્જન સમયે મોટી માત્રામાં ભીડ થવાની શક્યતા છે. તેથી વિસર્જન દરમિયાન ભીડને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાએ એક કલાકમાં ફક્ત ૧૦૦ ગણેશમૂર્તિને જ વિસર્જન માટે મંજૂરી આપવાની છે. તેમાં પણ પાછું ઘરના તથા સાર્વજનિક ગણેશમંડળોને વિસર્જન માટે નોંધણી કરવાનું ફરજિયાત રહેેશે.

કોરોના મહામારી દરમિયાન ગિરગાંવ ચોપાટી પર ગણેશ વિસર્જન માટે ઓનલાઈન પદ્ધતિએ નોંધણી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. તે માટે ‘શ્રી ગણેશ વિસર્જન.કોમ’ આ ઍપ ઉપલબ્ધ કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન કરવામાં આવનારા રજિસ્ટ્રેશનને સફળતા મળી હતી. તેથી આ સિસ્ટમ પૂરા મુંબઈમાં કરવામાં આવવાની છે.

મુંબઈની ચોપાટીઓ, તળાવ, કુદરતી નૈસર્ગિક સ્ત્રોત, કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે ઍપ પર રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રતિબંધ નહીં હોવાને કારણે ગણપતિબાપ્પાના આગમન, વિસર્જન ધૂમધામથી કરવામાં આવે એવી શક્યતા છે. તેમ જ ઉત્સવ દરમિયાન ગણેશભક્તોની મોટી ભીડ થવાની પણ શક્યતા છે. દોઢ દિવસ, પાંચ, સાત, ગૌરી-ગણપતિ અને અનંત ચતુર્દશીના દિવસે ઠેક-ઠેકાણે વિસર્જન સ્થળે ભાવિકોની ભીડ થવાની શક્યતા છે. અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સ્થળે ખાસ કરીને ગિરગાંવ ચોપાટી, દાદર ચોપાટી, જુહૂ ચોપાટી પર ભારે ભીડ થવાની શક્યતા છે.

ગિરગાંવ ચોપાટી પર અનંત ચતુર્દશીના બીજા દિવસે પણ સવારના ગણેશમૂર્તિનું વિસર્જન થતું હોય છે. ભારે ભીડ અને મોટી સંખ્યામાં ગણેશમૂર્તિ લાવવામાં આવતી હોય છે. તેથી પોલીસ, ટ્રાફિક, મહાનગરપાલિકા પર ભાર આવે છે. તેથી આ વર્ષે મુંબઈમાં ગણેશ વિસર્જન માટે ‘શ્રી ગણેશવિસર્જન.કોમ’ ઍપ પર રજિસ્ટ્રેશન ફરજિયાત રહશે. એટલું જ નહીં, પણ કલાકના ફ્કત ૧૦૦ મૂર્તિઓના વિસર્જનની જ નોંધણી થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.