Mumbai potholes

મુંબઈગરા રસ્તા પર પડેલા ખાડાની ફરિયાદ કરી શકશે! ૨૪થી ૪૮ કલાકમાં ખાડા પૂરવાનો Bmcનો દાવો

ટૉપ ન્યૂઝ

ચોમાસામાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાની સાથે જ રસ્તા પર ખાડા પડવાનું પણ સામાન્ય થઈ ગયું છે. ચોમાસામાં વાહનચાલકોને ખાડાને કારણે હેરાનગતીનો સામનો કરવો ના પડે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ સામાન્ય નાગરિકોને તેમના વોર્ડમાં પડેલા ખાડાની ફરિયાદ કરવા માટે અપીલ કરી છે. નાગરિકોની ફરિયાદના ૨૪થી ૪૮ કલાકમાં ખાડા પૂરી દેવામાં આવશે એવો પાલિકાએ દાવો કર્યો છે.

મુંબઈગરા તેમના વિસ્તારમાં પડેલા ખાડાની ફરિયાદ MyBmc Pothole Fixit મોબાઈલ ઍપ પર કરી શકશે. અથવા પાલિકાની વેબસાઈટ પર જઈને પણ કરી શકશે. એ સિવાય રસ્તા પરની ખાડાની ફરિયાદ ૮૯૯૯-૨૨૮-૯૯૯ ‘વોટ્સ એપ ચેટબોક્સ’ પર કરી શકશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.