મુંબઇમાં આવેલો શિવાજી પાર્ક રાજકીય અને બીનરાજકીય ગતિવિધિઓ માટે પ્રખ્યાત છે. વરસના 35 દિવસ અહીં કોઇને કોઇ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. એવો જ એક કાર્યક્રમ છે- શિવસેનાની દશેરાની રેલી. આ રેલી અંગે ખાસ સમાચાર આવ્યા છે.
મુંબઈની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને શિવાજી પાર્ક ખાતે દશેરા રેલી માટે પરવાનગી માટે આવેલા શિવસેનાના બંને જૂથોની અરજીને ફગાવી દીધી છે. તેણે દશેરા રેલી માટે કોઈપણ જૂથને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. BMCએ કાયદો અને વ્યવસ્થાને ટાંકીને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથની અરજી ફગાવી દીધી છે . BMCનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અને એકનાથ શિંદેની શિવસેનાએ બીએમસી પાસે શિવાજી પાર્ક ખાતે દશેરાની રેલી યોજવા મંજૂરી માગી હતી. BMCએ શિવસેનાના બંને જૂથોને ઝટકો આપ્યો છે. બીએમસીએ બંને પક્ષોની માગણી ફગાવી દીધી છે. બૉમ્બે હાઇ કોર્ટ આજે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાની છે.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ઠાકરેની શિવસેના અને શિંદેની શિવસેનામાંથી અસલી શિવસેના કોણ છે તે હજુ સુધી નક્કી નથી થયું, તેથી બીએમસીએ બંનેને હાલમાં શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા માટે મંજૂરી નથી આપી.

Google search engine