મઢ સ્ટુડિયોમાં શૂટિંગ સહિત તમામ ઉપયોગ બંધ કરવાની પાલિકાની નોટિસ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મલાડના મઢ પરિસરમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન એક્ટનો ભંગ કરીને સ્ટુડિયો ઊભો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ આ સ્ટુડિયોમાં તાત્કાલિક શૂટિંગ બંધ કરવાની સાથે જ અન્ય તમામ બાબત માટે તેનો ઉપયોગ બંધ કરવાની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. મલાડના મઢ પરિસરમાં ગેરકાયદે રીતે સ્ટુડિયો ઊભો કરવામાં આવ્યો હોવાની ભાજપ સતત ફરિયાદ કરતું આવ્યું છે. હાલ અધિવેશનમાં પણ મઢમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ઍક્ટનો ભંગ કરીને ગેરકાયદે રીતે સ્ટુડિયો ઊભો કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ગાજ્યો હતો.

છેવટે મુંબઈ મહાનગરપાલિકાએ શુક્રવારે એક નોટિસ બહાર પાડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સ્ટુડિયોમાં ચાલી રહેલા શૂટિંગ બંધ કરવા તેમ જ સ્ટુડિયોનો અન્ય કારણ માટે ઉપયોગ બંધ કરવો. આ આદેશનું પાલન નહીં કર્યું તો પાલિકાના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.