Homeઆમચી મુંબઈગોખલે બ્રિજને ફરી ખુલ્લો મુકવાને અંગે BMCએ કરી દીધો આ દાવો... જાણો...

ગોખલે બ્રિજને ફરી ખુલ્લો મુકવાને અંગે BMCએ કરી દીધો આ દાવો… જાણો વિગત

સોમવારથી બંધ કરી દેવામાં આવેલા ગોખલે પુલ નવેસરથી બંધાઈને ફરી ખુલ્લો મુકાવવામાં ઓછામાં ઓછાં બે વર્ષનો સમય લાગી શકે છે. નાગરિકોની સાથે જ અનેક બિનસામાજિક સંસ્થા અને સ્થાનિક રહેવાસીઓના એસોસિયેશનના કહેવા મુજબ પાલિકા અને રેલવેનો કારભાર જોતા આ પુલ બે વર્ષમાં બંધાઈને ફરી ખુલ્લો મુકાય એવી શક્યતા ઓછી છે. જોકે BMCના એડિશનલ કમિશનર પી.વેલારસુએ આ પુલનો અમુક હિસ્સો આગામી છ મિહનામાં જ ખુલ્લો મુકી દેવામાં આવશએ એવો દાવો કર્યો છે.
BMCના દાવા મુજબ ફાસ્ટ ટ્રેક પર આ પુલનું બાંધકામ કરવામાં આવશે. પુલના બાંધકામની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે અને અઠવાડિયાના અંતમાં શોર્ટ ટેન્ડર બહાર પાડવામાં આવશે. તો પહેલી ડિસેમ્બર સુધીમાં વર્ક ઓર્ડર બહાર પાડવાની યોજના છે. જોકે જ્યાં સુધી વેસ્ટર્ન રેલવે તેમની હદમાં આવતો પુલ તોડી નહીં પાડે આ પુલનું બાંધકામ હાથ ધરી શકાશે નહીં. નિયત સમયમાં પુલ તોડી પાડવામાં આવ્યો હતો મે, ૨૩ સુધીમાં પુલની એક લેન ખુલ્લી મૂકવાની યોજના છે.

RELATED ARTICLES

Most Popular