મુંબઈગરાને ૨૦૬૧ની સાલ સુધી પૂરતું પાણી મળી રહે તે માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જમીનની ૧૧૦ મીટર નીચે વોટર ટનલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કામાં ઘાટકોપરના અમર મહલથી વડાલા દરમિયાન ૪.૩ કિલોમીટરની લાંબી ટનલનું ખોદકામ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જે માત્ર ૧૦ મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં તેની નક્કી કરેલી મુદતના ચાર મહિના પહેલા પૂરું કરવામાં આવ્યું છે.

         
અમરમહેલથી પરેલ સુધી ૯.૮ કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ વોટર ટનલનું કામ ચાલી રહ્યું છે. બે તબક્કામાં કરવામાં આવનારા કામમાં પહેલા તબક્કામાં અમરમહલથી વડાલા અને બીજા તબક્કામાં વડાલાથી પરેલ એમ જમીનની ટનલ બોરિંગ મશીનથી નીચે ખોદકામ કરવામાં આવશે.
તેમાંથી પહેલા તબક્કામાં ૪.૩ કિલોમીટર લંબાઈની વોટર ટનલનું જમીનની નીચે ૧૦૦થી ૧૧૦ મીટન નીચે ઊંડાઈમાં ટનલનું ખોદકામ ૮ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ ચાલુ કરવામાં આવ્યુ હતું, જે ડિસેમ્બર ૨૦૨૨માં પૂરું કરવાનું હતું. કામ ચાર મહિના પહેલા પૂરું કરી નાંખવામાં આવ્યું છે. બહુ જલદી બીજી ટનલનું ખોદકામ ચાલુ થશે.
આ વોટર ટનલનું કામ પૂરું થયા બાદ કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ, ભાયખલા સુધીના વિસ્તારમાં ભવિષ્યમાં મબલખ પાણી મળશે.

 

Google search engine